Home /News /surat /સુરતી લોચો ખાવાના શોખીનો સાવધાન!, આ પ્રખ્યાત દુકાનના 6 કારીગરો એક સાથે Corona પોઝિટિવ

સુરતી લોચો ખાવાના શોખીનો સાવધાન!, આ પ્રખ્યાત દુકાનના 6 કારીગરો એક સાથે Corona પોઝિટિવ

તંત્ર દ્વારા તાત્કાલીક દુકાન સીલ મારવામાં આવી, આ સિવાય સુરત શહેરમાં પ્રાઇવેટ પ્રેકટિસ કરતા ડોકટર, બેકના મેનેજર, ગેરજ ચલાવનાર, વિદ્યાર્થીઓ તેમજ મનપાના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે.

તંત્ર દ્વારા તાત્કાલીક દુકાન સીલ મારવામાં આવી, આ સિવાય સુરત શહેરમાં પ્રાઇવેટ પ્રેકટિસ કરતા ડોકટર, બેકના મેનેજર, ગેરજ ચલાવનાર, વિદ્યાર્થીઓ તેમજ મનપાના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે.

સુરત: અઠવા ઝોન વિસ્તારમાં છેલ્લા કેટલાંક દિવસમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્ના છે. જે પૈકી પણ સિટીલાઇટ વોર્ડ કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારોમાં પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં જણાતાં તંત્ર દ્વારા આજે સિટીલાઇટ રોડના તમામ વિસ્તાર ખાસ ઝૂંબેશ હેઠળ આવરી લેવામાં આવ્યો હતો અને ડોર ટૂ ડોર સઘન સર્વે હાથ ધરાયો હતો.

આ સર્વેમાં સુરતની પ્રખ્યાત એવી શ્રીજી લોચાની દુકાનમાં પણ કારીગરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 6 કર્મચારીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, જેથી દુકાનને તાત્કાલીક સીલ મારવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, એઆરઆઇ સર્વેની કામગીરી દરમિયાન એઆરઆઇના લક્ષણો ધરાવતાં તથા સુપર સ્પ્રેડરો મળીને કુલ 108 રેપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે પૈકી સિટીલાઇટ રોડ સ્થિત શ્રીજી લોચો નામની સંસ્થામાં કામ કરતાં કારીગરોનો પણ સુપર સ્પ્રેડર તરીકે સમાવેશ કરી ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને એન્ટિજેન ટેસ્ટિંગમાં શ્રીજી લોચાના છ કારીગરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા.

આ પણ વાંચોસુરતમાં કરૂણ ઘટના, માતાએ ત્રણ વર્ષની બાળકી સાથે પાંચમા માળેથી લગાવી મોતની છલાંગ

તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે શ્રીજી લોચા સંસ્થાને સીલ કરી દેવામાં આવી છે અને એન્ટિજેન ટેસ્ટમાં પોઝિટિવ મળેલ કારીગરોને સારવાર શરૂ કરવામાં આવી છે. સિટીલાઇટ રોડ વિસ્તારમાં 3500થી વધુ ઘરોનો ડોર ટૂ ડોર સર્વેમાં 13000થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા છે. જે વિસ્તારમાં હવે પોઝિટિવ કેસો વધુ સંખ્યામાં મળી રહ્નાછે. ત્યાં તંત્ર દ્વારા તાત્કાલિક ખાસ ઝૂંબેશ ચલાવી સમગ્ર વિસ્તારમાં ડોર ટૂ ડોર સઘન સર્વે હાથ ધરવામાં આવી રહ્ના છે.

આ ઉપરાંત આજે સુરત શહેરમાં પ્રાઇવેટ પ્રેકટિસ કરતા ડોકટર, બેકના મેનેજર, ગેરજ ચલાવનાર, વિદ્યાર્થીઓ તેમજ મનપાના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે.
First published:

Tags: Surat coroanvirus cases, Surat corona big updates, Surat corona bulletin, Surat corona cases, Surat corona effect, Surat corona updates