Home /News /surat /સુરત: ઘરના સભ્યો સૂઇ રહ્યા હતા ને ચાર્જિંગમાં મૂકેલું ઇ-બાઇક સળગી ઉઠ્યું

સુરત: ઘરના સભ્યો સૂઇ રહ્યા હતા ને ચાર્જિંગમાં મૂકેલું ઇ-બાઇક સળગી ઉઠ્યું

સરથાણા વિસ્તારની ઘટના, ઈલેક્ટ્રીક બાઈકમાં શોર્ટ સર્કિટથી લાગી આગ

Surat News: ફરી એક વખત સુરતમાં ઇ-બાઇક સળગી ઉઠ્યું, બાઈક ચાર્જમાં મૂકી હતી અને પરિવારના લોકો ઘરમાં સૂઇ રહ્યા હતા, ત્યારે બની ઘટના. પરિવાર જીવ બચાવવા બહાર દોડી આવ્યો.

    સુરત: સુરતના સરથાણા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ઇલેક્ટ્રીક બાઇકમાં આગ લાગતાં ચકચાર મચી જવા પામી હતી. ઇલેક્ટ્રીક બાઇક ઘરના પાર્કિંગમાં ચાર્જ કરવા મૂકી હતી. ઘરના સભ્યો બાઇક ચાર્જિંગમાં મૂકીને સૂઇ રહ્યા હતા. આ દરમિયાન બાઇકમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, ચાર્જિંગમાં મૂકેલી બાઇકમાં અઅચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી, જ્યારે પરિવાર જીવ બચાવીને બહાર નીકળી ગયો હતો.

    ઘરના સભ્યો જીવ બચાવવા બહાર દોડી આવ્યા

    મળતી માહિતી અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં ઇલેક્ટ્રીક બાઇકમાં આગને પગલે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઘરના સભ્યો બાઇક ચાર્જિંગ પર મૂકીને સૂઇ રહ્યા હતા, ત્યારે અચાનક જ બાઇક સળગી ઉઠ્યું હતું. આગની જ્વાળાઓ જોતાં ઘરના સભ્યો જીવ બચાવવા માટે ઘરની બહાર દોડી આવ્યા હતા. જ્યારે આગને પગલે આસપાસના લોકો પણ ભેગા થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગની ચપેટમાં બાઈક બળીને ખાખ થઇ ગયું છે. આગ પ્રસરતા ઘરને પણ ભારે નુકસાન થયું છે. ઘટનાને પગલે સરથાણા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

    આ પણ વાંચો: અમદાવાદની સ્કૂલમાંથી ગુમ થઈને સ્ટેશન પરથી મળેલા વિદ્યાર્થીના ચોંકાવનારા ખુલાસા

    ચાર્જિંગમાં મૂકેલું મોપેડ અચાનક સળગી ઉઠ્યું

    તાજેતરમાં જ સુરત શહેરમાં આવેલા પૂજન રો-હાઉસમાં ઘર બહાર પાર્ક કરેલું ઇલેક્ટ્રિક બાઇક સળગી ઉઠ્યું હતું. ચાર્જિંગમાં મૂકેલું મોપેડ અચાનક સળગી ઉઠતા અફરાતફરી મચી ગઇ હતી. સોસાયટીમાં લોકોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ ફાયર વિભાગને જાણ થતા ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પ્રથામિક માહિતી અનુસાર, ચાર્જિંગમાં મૂકેલું મોપેડમાં શોર્ટસર્કિટ બાદ આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, હજુ આગ લાગવાનું કારણ જાણવા તપાસ કરવામાં આવી રહી છે.


    અગાઉ સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થઇ હતી

    ઉલ્લેખનીય છે કે, અગાઉ એકાદ મહિના પહેલા પણ સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતના સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થતા ભાગદોડ મચી ગઇ હતી. ઇલેક્ટ્રિક મોપેડ ચાલુ ન થતા બેટરી કાઢીને દુકાનમાં મૂકી દીધી હતી. દુકાનમાં મૂક્યા બાદ અચાનક બેટરીમાં વિસ્ફોટ થયો હતો. જેના કારણે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ સાથે ત્રણ લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઉપરાંત કિરાણા સ્ટોરમાં બ્લાસ્ટ થતાની દુકાનની મોટાભાગની વસ્તુઓ બળીને ખાખ થઇ ગઇ હતી. બ્લાસ્ટનો અવાજ એટલો પ્રચંડ હતો કે, આસપાસના લોકો પણ ધ્રુજી ઉઠ્યા હતા.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: E bikes, Gujarat News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन