Home /News /surat /Surat: કોરોનાને કારણે ભાંગી પડેલા વેપારીઓને આપઘાત કરતાં બચાવે છે આ સંસ્થા, જાણો કેવી રીતે

Surat: કોરોનાને કારણે ભાંગી પડેલા વેપારીઓને આપઘાત કરતાં બચાવે છે આ સંસ્થા, જાણો કેવી રીતે

કોરોનાને કારણે અનેક લોકોના ધઁધા રોજગાર છનવાય ગયા હતા જેના કારણે અનેક વેપારીને આપઘાતના વિચાર આવ્યા હતા.

સુરતમાં લોકડાઉન દરમિયાન અનેક લારી ગલ્લા ધારકોના ધંધા રોજગાર બંધ થતા ડિપ્રેશનમાં આવી ગયા. આ સમયે સામાજિક સંસ્થાની મદદએ ફરી રોજગારી ઉભી કરી

    Mehali tailor,suratત્રણ વર્ષ પેહલા અચાનક આવી ગયેલ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું હતું. કોરોનાને કોઈકના સ્વજન છીનવી લીધા તો કોઈકની રોજી છીનવી લીધી હતી. કોરોનાને લઇ અનેક લોકોની આવકને અસર થઈ હતી. તેમાં પણ સૌથી વધુ અસરએ રોજ પોતાનો ધન્ધો કરી રોજ કમાણીથી પોતાનું ઘર ચલાવતા લોકોને થઇ હતી, ધંધો રોજગાર છીનવાઇ જવાથી અનેક લોકો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા અને કેટલાક લોકોએ તો આપઘાત કરવાનું પણ વિચારી લીધું હતું જો કે મુશ્કેલીના સમયમાં એક સંસ્થાએ તેમનો હાથ પકડ્યો અને તેઓની ચિંતા દૂર થાય એ દિશામાં કામ કર્યું હતુ.આ સંસ્થાનું નામ છે કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ જેઓએ નાના વેપારીઓનું કાઉન્સેલિંગ કર્યું અને તેઓને ફરી બેઠા કર્યા હતા. 



    લારી, ગલ્લા ધારકો, ફેરિયાઓ, રત્નકલાકાર,ફૂટપાથ પર સમાન વેચીનેપોતાનું ઘર ચલાવતા લોકોની લોકડાઉન દરમિયાન રોજી બંધ થઇ હતી. લોકડાઉન દરમિયાન અનેક સામાજિક લોકોની મદદથી તેમને સમયસર જમવાનું તો મળી રહ્યું. પરંતુ જેમ જેમ લોકડાઉન ખુલ્યું તેમ તેમ લોકોને સેવા મળતી બંધ થઇ અને લોકડાઉન તો ખુલ્યું પણ રોજી ચાલુ થઇ. ત્યારે એવા ઘણા લોકો જેમને કામ કરી રોજગારી મેળવવી હતી.અને સ્વાલંબી જીવન જીવી રહ્યા હતા. પરંતુ આવક બંધ થઇ જતા કેટલાય લોકો ડિપ્રેશનમાં સરી ગયા હતા. અને આત્મહત્યાના વિચારો કરતા હતા. ત્યારે સુરતનું એક કર્તવ્ય ચેરીટેબલ ટ્રસ્ટ જેમણે આવા ઘણા લોકોની મદદ માટે આગળ આવ્યા અને તેમને આત્મહત્યાના વિચારમાંથી બહાર કાઢવા તેમનું કાઉન્સિલિંગ કરાવ્યું. અને તેમને આર્થિક મદદ કરી તેમને ફરી બેઠા કર્યા છે.

    સુરતના એક ફેરિયા જે નાના બાળકના કપડાં રોડ પર વેચી પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ લોકડાઉનને લઇ તેના કપડાં વેચાય હતા. અને આર્થિક સ્થિતિ તદ્દન ભાંગી ગઈ હોવાથી સતત આત્મહત્યના વિચાર આવતા હતા. ત્યારે ટ્રસ્ટ દ્વારા ફેરિયાની સ્થિતિની જાણ થતા તેનું કાઉન્સિલિંગ કરી તેમને મદદ કરી હતી. ફેરિયો સ્વાલંબી હોવાથી તેની આર્થિક મદદ કરવા માટે ટ્રસ્ટ દ્વારા તેમનો નાના છોકરાના કપડાંનો આખો સ્ટોક ખરીદી તેની મદદ કરી હતી. અને કપડાં અનાથ આશ્રમમાં આપી તેમની પણ મદદ કરી હતી. અને આજે એક વર્ષ બાદ ફરી ફેરિયો પોતાના કામે લાગી આર્થિક પગભર બન્યો છે.


    આમ સંસ્થા દ્વારા ઘણા ફરિયા, રત્નકલાકારની આવી મદદ કરી તેમનું જીવન પાટા પર લાવ્યા છે. અને જયારે કોઈ વ્યકતિએ ખરેખર કશું માંગીને ખાવા કરતા પગભર બનવું હોય એવા લોકોની મદદ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.

    First published:

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन