Home /News /surat /

ડુમ્મસ બીચ પર ફરવા જવાનો છે પ્લાન? તો ચોક્કસ વાંચી લો આ વાત, નહીં તો થશે દંડ

ડુમ્મસ બીચ પર ફરવા જવાનો છે પ્લાન? તો ચોક્કસ વાંચી લો આ વાત, નહીં તો થશે દંડ

ડુમ્મ્સનો દરિયા કિનારો

Surat News: અઠવાડીયામાં બે વખત આ જ પ્રકારે ગાડી ફસાઇ જવાની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ પોલીસે હવે આ બીચ ઉપર ફોર વીલર ગાડી ઉપર પ્રતિબંધ મૂક્યો છે.

સુરત: સહેલાણીઓ માટે સૌથી જાણીતા એવા ડુમસ બીચ ઉપર ફોર વીલર કાર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરિયાકિનારે ફરવા આવતા સહેલાણીઓ પોતાની ગાડી લઈને આવતા હોય છે. જે બાદ દરિયામાં ભરતી આવતા ગાડી દરિયાના પાણીમાં ફસાઈ જતી હતી. જેને લઇને પોલીસ દ્વારા કાર બીચ સુધી લઇ જવાનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બીચ સુધી કાર લઇ જશો તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

બીચ પર આવતા સહેલાણીઓ ગાડી સાથે દરિયાકિનારે ઉતરી ગયા બાદ ભરતી આવતા ગાડી દરિયાના પાણીમાં ફસાઈ જતી હતી .જેથી લોકોને ઘણી જ તકલીફ થતી હતી.  સુરતીઓ ફરવા અને ખાવા-પીવા માટે દેશ  અને દુનિયામાં જાણીતા છે. ત્યારે સુરતના સુરતીઓ રવિવાર પડતાની સાથે જ પરિવાર સાથે ડુમસના દરિયા કિનારે પહોંચી જતા હોય છે. ત્યારે લોકો પોતાની ગાડીને દરિયાની નજીક જ ઉતારતા હોય છે. જેથી અનેક લોકોની ગાડી ફસાઇ જતી હોય છે.

આ પણ વાંચો: ઉના: શિક્ષિકા ઘરમાં એકલી હતી ત્યારે યુવકે જીવ લેવાનો કર્યો પ્રયાસ, જુઓ CCTV ફૂટેજ

અઠવાડીયામાં બે વખત આ જ પ્રકારે ગાડી ફસાઇ જવાની ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવાની સાથે જ પોલીસે હવે આ બીચ ઉપર ફોર વીલર ગાડી ઉપર પ્રતિબંધ મૂક્યો છે. દરિયાના પાણીમાં કોઈ ગાડી ન ફસાય તે માટે સુરતના ડુમસ પોલીસ સ્ટેશન દ્વારા દરિયાકિનારા ઉપર ગાડી લઇ જવાનો પ્રતિબંધ કર્યો છે.

આ પગલાને કારણે ગાડીઓની અવરજવર ઓછી થતાની સાથે દરિયાકિનારે જગ્યા ખુલ્લી થતાં સહેલાણીઓ આરામથી કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરી છે. હાલ સુરતનો દરિયા કિનારો જાણે મીની ગોવા બની ગયું હોય તે પ્રકારના દ્રશ્યો પણ સામે આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત

આગામી સમાચાર