Home /News /surat /સુરત પોલીસને સલામ: નરાધમ બાળકીને ઝાડીઓમાં લઇ જઇ રહ્યો હતો, ને બાળકીને બચાવી લેવાઇ

સુરત પોલીસને સલામ: નરાધમ બાળકીને ઝાડીઓમાં લઇ જઇ રહ્યો હતો, ને બાળકીને બચાવી લેવાઇ

પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Surat Crime: સુરત શહેર પોલીસની સતર્કતાને લીધે એક બાળકી નરાધના હાથે પીંખાતા બચી, પોલીસે ઉભું કરેલું 'સંકલન નેટવર્ક' કામે લાગ્યું

સુરત: શહેર પોલીસની સતર્કતાને લીધે એક બાળકી નરાધના હાથે પીંખાતા રહી ગઈ છે. આટલું એટલા માટે શક્ય બન્યું છે કે, પોલીસે પોતાના વિસ્તારના લોકો સાથે એક સંકલન કેડવ્યું છે અને પોતાના નંબર સ્થાનિક લોકોને અને સ્થાનિક લોકોના નંબર પોલીસે લીધા હતા. આ સંકલનને લીધે જ બાળકીને શિકાર બનાવવા આવેલા વ્યક્તિને પોલીસ ઝડપી પાડવામાં સફળ રહી હતી. જોકે, પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઉભી કરેલી ચેઇને બાળકીને બચાવી

સુરત શહેરનું છેવાડાનું પોલીસ સ્ટેશન એટલે ડુમ્મસ. અહીં મોટી સંખ્યામાં લોકો ફરવા આવતા હોય છે, ત્યારે શનિ-રવિની રજામાં ત્રણથી ચાર લાખ લોકો આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે. આ વિસ્તારના પોલીસ સ્ટેશનના અધિકારી અંકિત સૌમ્યા દ્વારા આ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ લોકો સાથે સંકલન કરવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોની મદદથી લોકોને પોલીસના મિત્ર બનાવવામાં આવ્યા હતા. જે સામાન્ય ઘટનાની જાણકારી પોલીસને આપે તે માટે સંકલન ઉભું કરી પોતાના નંબર સ્થાનિક લોકોને અને સ્થાનિક લોકોના મોબાઈલ નંબર પોતાની પાસે રાખી સતત સંપર્કમાં રહેતા હતા. જેને લઈને આજે એક મોટી ઘટના બનતા રહી ગઈ હતી.

આ પણ વાંચો: ચાલતી બસ આગના ગોળામાં ફેરવાઇ, 15 મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા

ભેળ વેચતાં બહેને પોલીસને કરી જાણ

સુરતના વેસુ વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની 11 વર્ષની બાળકી કે જે ઘર પાસે આવેલી લોટસ સ્કૂલની બાજુના મેદાનમાં રમતી હતી, ત્યારે આ બાળકીની એકલતાનો લાભ લઈને સુરતના ઉધના વિસ્તારમાં દિપેશ્વરી એપાર્ટમેન્ટમાં રહેતો દીપ ચાવલા નામનો 35 વર્ષનો યુવક કે જે મૂળ રાજસ્થાનનો વતની છે, તેણે બાળકી ઉપર નજર બગાડી હતી. યુવક બાળકીને પોતાના ખાનગી ટુ-વ્હીલર પર આવીને લાલચ આપીને ખાવાની વસ્તુ આપવાના બહાને ગાડી પર બેસાડીને ડુમ્મસ વિસ્તારમાં લઈ આવ્યો હતો. યુવક બાળકીને બદકામ કરવાના ઇરાદે ઝાડીઓમાં લઇ જઈ રહ્યો હતો, ત્યારે આ જ વિસ્તારમાં પોલીસે ઉભું કરેલું સંકલન મદદે આવ્યું હતું. દરિયા કિનારે મકાઈ ભેળની લારી ચલાવતા રમીલાબેન ડોડીયા પટેલને આરોપી પર શંકા જતાં તેમણે તાત્કાલિક ડુમ્મસ પોલીસનો સંપર્ક કર્યો હતો.

રમીલાબેનના ફોનના આધારે તાત્કાલિક ડુમ્મસ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ બીચ ઉપર દોડી ગયા હતા. પોલીસે તાત્કાલિકા યુવકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જઇ પૂછપરછ શરૂ કરી હતી. આ યુવકે પોતે કરેલા કૃત્યની તમામ હકીકત પોલીસને જણાવી હતી. જોકે, આ સમગ્ર ઘટના સુરતના નવનિર્મિત વેસુ પોલીસ સ્ટેશન હદમાં વિસ્તારમાં બનેલી હોવાથી ડુમ્મસ પોલીસ સ્ટેશનના અધિકારી અંકિત સૌમ્યા દ્વારા તાત્કાલિક આ મામલે વેસુ પોલીસ સ્ટેશનને જાણકારી આપવામાં આવી હતી અને આ ત્યાર બાદ આ મામલે ગુનો દાખલ કરી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. ડુમ્મસ પોલીસ સ્ટેશનના અધિકારી અંકિત સોમૈયા દ્વારા સ્થાનિક લોકો સાથેના સંકલનને લઈને એક બાળકી નરાધમના હાથે પીંખાતા બચી ગઇ છે અને નરાધમ જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime New, Gujarat News, Surat news

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन