Home /News /surat /નશામાં ભૂલ્યો ભાન! દારૂ પીને પાણીના બદલે એસિડ પી જતા સુરતના શખ્સને મળ્યું કમકમાટીભર્યું મોત

નશામાં ભૂલ્યો ભાન! દારૂ પીને પાણીના બદલે એસિડ પી જતા સુરતના શખ્સને મળ્યું કમકમાટીભર્યું મોત

સુરતમાં નશામાં યુવક પાણીના બદલે એસિડ પી જતા મોત

Surat News: સુરતમાં આર્થિક તંગીમાં સપડાયેલો શખ્સ નશામાં એટલો ચૂર હતો કે તેને ભાન જ ના રહ્યું કે તે શું કરી રહ્યો છે. દીકરો પિતાને લઈને હોસ્પિટલ પહોંચ્યો પરંતુ જીવ બચાવી શકાયો નહીં.

સુરતઃ નશો વિનાસ નોતરે છે તે વાત ઘણાં કિસ્સામાં સાચી સાબિત થઈ છે, નશામાં વ્યક્તિ ભાન ભૂલી જઈને પોતાને જ નુકસાન પહોંચાડી બેસતો હોય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે કે જ્યાં દારૂના નશામાં વ્યક્તિ એટલો ડૂબેલો હતો કે તેને એ વાતનું પણ ભાન ના રહ્યું કે તે પાણીના બદેલ શું પીવા રહ્યો છે.

નશામાં શખ્સ ભૂલ્યો ભાન, મળ્યું મોત


સુરતના જોલવા ગામની આ ઘટના છે કે જેમાં આર્થિક તંગીથી કંટાળીને નશાનો સહારો લેનારો અમૃત પાટીલ નામનો વ્યક્તિ એટલો નશામાં ડૂબી ગયો હતો કે તેને એ વાતનું પણ ભાન નહોતું રહ્યું કે તે શું પી રહ્યો છે. દારૂ બાદ આ શખ્સ પાણીના બદલે એસિડ ગટગટાવી જતા તેનું મોત થઈ ગયું છે. અમૃત સાથે બનેલી ઘટના અંગે દીકરાને જાણ થતા પિતાને તાત્કાલિક હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો પરંતુ જીવ બચાવી શકાયો નહોતો. આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આર્થિક મુશ્કેલીઓથી રહેતો હતો તંગ


બેંક દ્વારા મકાન સીલ કરી દેવાની ઘટનામાં અમૃત પાટીલ નામનો વ્યક્તિ દારૂ પીધા બાદ નશામાં ચૂર હતો અને પાણી સમજીને જે બોટલ ગટગટાવી ગયો તે એસિડથી ભરેલી હતી. આર્થિક સમસ્યાને લઈને તંગ રહેલા યુવકનું આ ઘટનામાં મોત થઈ ગયું છે. હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે.


મૃતકના દીકરાએ જણાવ્યું કે, તેને પિતાનો ફોન આવ્યો હતો કે દારૂના નશામાં તેમનાથી ભૂલ થઈ ગઈ છે અને પાણીના બદલે એસિડ પી લીધું છે. આ પછી યુવક પોતાના પિતાને 108ની મદદથી હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.
First published:

Tags: Gujarat surat, Gujarati news, Surat news