Home /News /surat /સુરતની 16 વિધાનસભાની બેઠકો પર મતદાનને લઈ સુરત જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું

સુરતની 16 વિધાનસભાની બેઠકો પર મતદાનને લઈ સુરત જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું

સુરત જિલ્લા કલેકટર

Gujarat Election 2022: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા સુરત જિલ્લાની 16 વિધાનસભાની બેઠકો પર મતદાન અને ચૂંટણીની તમામ તૈયારીઓ બાબતે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું.

વધુ જુઓ ...
સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ છે. ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવતા સુરત જિલ્લાની 16 વિધાનસભાની બેઠકો પર મતદાન અને ચૂંટણીની તમામ તૈયારીઓ બાબતે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. તમને જણાવ્યું હતું કે, 5 નવેમ્બર 2022ના રોજ ચૂંટણી પંચનું જાહેરનામુ બહાર પડશે. જેના માટે ચૂંટણીને લઈને સામાન્ય વિગતોની જાણકારી માટે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતુ.

14 નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ


સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા જણાવ્યું હતુ કે, 14 નવેમ્બર ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે 15 નવેમ્બરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. ત્યાર બાદ જો કોઈને ઉમેદવારી પત્ર પાછું ખેંચવું હોય તો 17 નવેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 1 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરના રોજ મત ગણતરી થશે અને 10 ડિસેમ્બરે ચૂંટણી પ્રક્રિયા પૂરી થશે.

આ પણ વાંચો: સુરતમાં ફરી આવી લૂંટેરી દુલ્હન, પીડિતના લાખો રૂપિયાના સોના-ચાંદીના દાગીના લઈ ફરાર

16 વિધાનસભા બેઠક પર કુલ 4,637 મતદાન મથકો


સુરત જિલ્લામાં 16 વિધાનસભામાંથી 3 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવી છે. આ સાથે જ 1 બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવી છે. માંગરોળ, માંડવી અને મહુવા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. જ્યારે બારડોલી બેઠકનો અનુસૂચિત જાતિ માટે અનામત છે. 16 વિધાનસભા બેઠક પર કુલ 4,637 મતદાન મથકો છે. વિગતો પ્રમાણે 16 બેઠકો પર 25,46,944 પુરુષ મતદારો અને 21,92,109 સ્ત્રી મતદારો આવેલા છે. આ સાથે જ 16 બેઠક પર 159 અન્ય મતદારો છે. આમ કુલ મળીને 47,39,201 મતદારો નોંધાયેલા છે.

2,636 મતદાન મથકોમાં લાઈવ સ્ટ્રીમિંગની દરખાસ્ત


તેમણે વધુમાં જણાવ્યું કે, દરેક વિધાનસભામાં એક-એક ગ્રીન મતદાન મથક ઉભું કરવામાં આવશે. તેમાં પ્લાસ્ટિક વસ્તુનો ઉપયોગ થશે નહીં.
2,636 મતદાન મથકોમાં લાઈવ સ્ટ્રીમિંગની દરખાસ્ત કરવામાં આવી છે. જેના માટે 7,25,840 મતદારો વધ્યા છે. દરેક જિલ્લા વિધાનસભા દીઠ 7 મહિલા મતદાન મથક, 1 દિવ્યાંગ, 1 મોડલ અને 1 ગ્રીન મતદાન મથક ઉભું કરવામાં આવશે. સુરત જિલ્લા 526 પોલીસ સ્ટેશન લોકેશનને સંવેદનશીલ મતદાન મથક તરીકે નક્કી કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:  માતા-પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો, ફરવા ન લઈ ગયા તો બાળકોએ કર્યું આવુ કામ

36,556 યુવા મતદાર સૌ પ્રથમવાર મતદાન કરશે


સુરત ઉધના વિધાનસભા બેઠકને એક્સપેન્ડિચર સેન્સિટિવ કન્સ્ટિટ્યૂણસી તરીકે નક્કી કરવામાં આવ્યા છે. કલેક્ટરે આપેલી વિગતો પ્રમાણે 16 વિધાનસભામાં 62,037 મતદાર 80 વર્ષથી ઉપરના છે, જ્યારે 23,859 દિવ્યાંગ અને 423 સર્વિસ મતદાર છે. આ સાથે જ 36,556 યુવા મતદાર સૌ પ્રથમવાર તેમના મતાધિકાર ઉપયોગ કરશે. 2017 સરખામણી 2022 ચૂંટણીમાં 7,25,840 મતદારોનો વધારો થયો છે. આમ આ વખતની ચૂંટણીમાં 18.08 ટકા મતદારોનો વધારો થયો છે. ચૂંટણી માટે EVM-VVPAT મશીન, bu 8859, cu 7031, vvpat 8625 નો ઉપયોગ કરવામાં આવશે઼.
Published by:Vimal Prajapati
First published:

Tags: Assembly Election, Gujarat Assembly, Gujarat Assembly Election 2022, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन