Home /News /surat /સુરત માહિતી નિયામક કચેરીના કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, જાહેરાત પ્રકાશિત કરાવવા લાંચ માગી હતી

સુરત માહિતી નિયામક કચેરીના કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા, જાહેરાત પ્રકાશિત કરાવવા લાંચ માગી હતી

કર્મચારી લાંચ લેતા રંગે હાથે ઝડપાયા

Surat Information Department: સુરત માહિતી નિયામક કચેરીના કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. મળતી વિગતો પ્રમાણે રૂપિયા 2.70 લાખની લાંચ લેતા સહાયક માહિતી નિયામક ઝડપાયા છે. 5.40 લાખની લાંચ સામે પહેલા માંગેલા 2.70 લાખ લાંચ લેતા એસીબી વિભાગે બે લોકોની ધરપકડ કરી છે.

વધુ જુઓ ...
સુરત: સુરત માહિતી નિયામક કચેરીના કર્મચારી લાંચ લેતા ઝડપાયા છે. મળતી વિગતો પ્રમાણે રૂપિયા 2.70 લાખની લાંચ લેતા સહાયક માહિતી નિયામક ઝડપાયા છે. દૈનિક અખબાર પ્રકાશનનો વ્યવસાય કરતા હોય તેઓના દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કરવાના અવેજ પેટે લાંચ માંગવામાં આવી હતી. જો કે 5.40 લાખની લાંચ સામે પહેલા માગેલા 2.70 લાખ લાંચ લેતા એસીબી વિભાગે બે લોકોની ધરપકડ કરી છે.

સરકારી બાબુએ લાંચ લેતા ઝડપાયા


સરકારી વિભાગોમાં કંઈ પણ કામગીરી કરવા જાવ ત્યારે સરકારી બાબુઓ લાચ લેતા હોય છે. આવા સરકારી બાબુઓ સામે એસીબી વિભાગ સતત કામગીરી કરી રહ્યું છે. ત્યારે સુરતમાં આ જ પ્રકારની લાંચ લેતા વધુ બે સરકારી બાબુઓ રંગે હાથ ઝડપાયા હાવાની ઘટના સામે આવી છે. દૈનિક અખબાર પ્રકાશિતનો વ્યવસાય કરતા હોય તેઓના દૈનિક અખબારમાં રાજ્ય સરકારની ડિસ્પ્લે જાહેર ખબરો પ્રકાશિત કરવા જાહેર ખબરની પેનલ પરની અરજીના રીન્યુઅલ માટેની કાર્યવાહી કામગીરી કરવા માટે સુરત માહિતી નિયામક કચેરીના પરમાર કવસિંગભાઇ જાલાભાઈ સહાયક માહિતી નિયામક વર્ગ-૨, કર્મચારી દ્વારા આ કામ કરી આપવા પેટે પાંચ લાખ ચાલીસ હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

આ પણ વાંચો: 10 લાખની સોપારી આપી પિતાએ જવાન દીકરાની કરાવી હત્યા

અધિકારીએ 2.70 લાખની લાંચ માગી હતી


જો કે લાંચ સ્વીકારવા માટે સતિષ દયારામ જાદવ (જુનિયર કલાર્ક વર્ગ-૩,  પ્રાદેશિક માહિતી કચેરી, કર્મચારી)ની પણ આ લાંચ લેવામાં સામેલ હતા. જોકે લાંચ આપનાર વ્યક્તિ સાથે ડીલ કર્યા બાદ તરત જ 2.70 લાખની રકમ પહેલા આપવામાં નક્કી કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના મુખ્ય ફરિયાદીને આ કર્મચારીઓને લાંચ ન આપવી હોવાથી તેઓએ આ મામલે સુરત એસીબી એકમમાં ફરિયાદ કરી હતી અને ફરિયાદ બાદ અધિકારીઓ દ્વારા આ બંને સરકારી કર્મચારીઓને લાચ લેતા ઝડપી પાડવા માટે છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટના યાજ્ઞિક રોડ પર ખુલ્લેઆમ દારૂની બોટલ માટે પડાપડી

એસીબીએ રંગે હાથે લાંચ લેતા ઝડપ્યા


ઉલ્લેખનીય છે કે, નાનપુરા, બહુમાળી કંપાઉન્ડની બહાર આવેલ સ્વસ્તિક ઝેરોક્ષની દુકાનમાં આ બંને કર્મચારીઓ લાંચ લેવા આવતા તેઓને રંગે હાથે એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા અને હવે તેમના વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં દિવસે દિવસે લાંચ લેવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. સુરતમાં માહિતી ખાતના જ કર્મચારીઓ લાંચ લેતા રંગે હાથે ઝડપાયા છે. આ મામલે એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Bribe case, Bribe news, Surat crime news, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन