અવારનવાર સામાન્ય બાબતોમાં બાળકો ગુસ્સે થઈ જતા હોય છે અને ઉશ્કેરાઈને ન કરવાનું કામ કરી બેસે છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક કિશોરીએ આપઘાત કરી લીધો છે.
સુરતઃ અવારનવાર સામાન્ય બાબતોમાં બાળકો ગુસ્સે થઈ જતા હોય છે અને ઉશ્કેરાઈને ન કરવાનું કામ કરી બેસે છે. ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી નવમા ધોરણમાં અભ્યાસ કરતી એક કિશોરીએ ઘરમાં ગળે ફાંસોખાઈ આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. નવમા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીના આપઘાતને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
આજના ઝડપી યુગમાં બાળકો એટલા સેન્સિટિવ થઈ ગયા છે કે, પરિવારના વ્યક્તિ સામાન્ય બાબતે કંઈ કહે અથવા તો કોઈ કાર્ય કરવાની ના પાડે તો આ દેશમાં આવીને આપઘાત સુધીના પગલાં ભરી લેતા હોય છે. ત્યારે આવી જ ઘટનાને લઈને સુરતના ડિંડોલી વિસ્તારમાં હાલ ચર્ચાએ જોર પકડ્યું છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા મીરાનગર વિભાગ -2માં રહેતા સુનિલ રાજપૂતના પરિવારમાં એક દીકરો અને દીકરી હતા. ગઈકાલે ધોરણ નવમા અભ્યાસ કરતી અને 14 વર્ષીય સાક્ષી નામની દીકરીએ ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
વિદ્યાર્થિની ટ્યુશનમાં રાખેલી ફેરવેલ પાર્ટીમાં પરિવારના સભ્યોએ જવાની ના પાડી હતી, આ વાતનું માઠું લાગી આવતા ગઈકાલે સાંજે વિદ્યાર્થિની રૂમમાં જતી રહી હતી અને રૂમને લોક કરી સતના હુક સાથે દુપટ્ટા વડે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. જો કે, ઘટનાની જાણ થતાં જ પરિવારના સભ્યો કરી હતી પણ સાક્ષીને સારવાર મળે એ પહેલાં તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. જેને લઈને ઘટનાની જાણ થતા ડિંડોલી પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. ત્યારે 14 વર્ષીય 9મા ધોરણમાં ભણતી વિદ્યાર્થિનીને માત્ર ટ્યુશનની પાર્ટીમાં જવાની ના પાડી હતી અને ત્યારે તેને લાગી આવતા આ પગલું ભર્યુ હતું.