સુરત : શહેરમાં (Surat City)છેલ્લા ઘણા દિવસોથી હત્યા (Murder)નો સિલસિલો યથાવત રહ્યો છે. જેમાં એક અપરિણીત યુવાનની મશ્કરી કરતા યુવાને ઠપકો આપતા આવેશમાં આવેલા યુવાને રત્નકલાકર અને અપરિણીત યુવાન પર બે દિવસ પહેલા ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. જે બાદમાં યુવકનો મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
સુરતના લાલ દરવાજા પાસે બે દિવસ પહેલા એક યુવાને રત્નકલાકર પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. બંને યુવાન એક જ વિસ્તારમાં રહેતા હતા. હુમલો કરનાર યુવાન દીપક સૂર્યવંશી નવી સિવિલમાં વૉર્ડ બોય તરીકે કામ કરતો હતો. તેના જ મહોલ્લામાં રહેતા હેત રૂપેશ આંબલીયા રત્નકલાકર તરીકે કામ કરી પરિવારને આર્થિક રીતે મદદ કરે છે. તેની ઉંમર વધારે હોવા ઉપરાંત તેના લગ્ન ન થયા હોવાથી દીપક તેની મશ્કરી કરતો હતો.
આ મામલે રૂપેશે દીપકને ઠપકો આપ્યો હતો. આ વાતનું દીપકને લાગી આવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો. આવેશમાં આવેલા દીપકે રૂપેશ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જોકે, આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
" isDesktop="true" id="1022356" >
ઈજાગ્રસ્ત રત્નકલાકરને તાત્કાલિક સ્થાનિકો સારવાર માટે હૉસ્પિટલ લઇ ગયા હતા, અહીં ટૂંકી સારવાર બાદ તેનું કરુણ મોત થયું હતું. બનાવની જાણકારી મળતા પોલીસ પણ બનાવની જગ્યા પર દોડી ગઈ હતી. આ મામલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. હવે યુવાનનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડી લેવા માટે કવાયત હાથ ધરી છે.