Home /News /surat /સુરત: Diamond bourseનું સો ટકા કામ પૂર્ણ, 5 જૂનના કરાશે ગણેશ સ્થાપના

સુરત: Diamond bourseનું સો ટકા કામ પૂર્ણ, 5 જૂનના કરાશે ગણેશ સ્થાપના

PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે

Surat latest news: ડાયમંડ બુર્સમાં કુલ 4200 ઓફીસ આવી છે. 5 જૂને સાંજે મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ છે.

સુરત: શહેરમાં (Surat News) ડાયમંડ બુર્સનું (Surat Diamond bourse) 100% કામ પૂર્ણ થયુ છે. જેમાં આગામી 5 જૂનના (5th June) રોજ ગણેશ સ્થાપના કરવામાં આવશે. તથા ડાયમંડ બુર્સની તમામ ઓફિસના માલિક દિવા પ્રગટાવશે. તેમજ કુલ 4200 ઓફિસ ડાયમંડ બુર્સમાં આવી છે. જેમાં 5 જૂને મહાઆરતી અને સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું છે.

ડાયમંડ બુર્સનું  હાલ તો  વહેલી તકે  ઉદ્ઘાટન થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યો છે. PM મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મહત્વાકાંક્ષી પ્રોજેકટ સુરત ડાયમંડ બુર્સ વિશ્વને સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે. જે તૈયાર થઇ ગયું છે. 5 જૂને સુરતના ડાયમંડ બુર્સમાં ગણેશ સ્થાપના કરવામાં આવશે. જેમાં 4200 ઓફિસોના માલિક એકસાથે આરતી કરશે. એટલું જ નહીં, ડાયમંડ બુર્સ વહેલી તકે શરૂ થાય તેવા પ્રયત્નો કરાયા છે. દેશ અને વિદેશના 4,000થી વધુ વેપારીઓ મળીને આ પ્રોજેક્ટને પુરો કર્યો છે. આ પ્રોજેક્ટ પર વિશ્વના તમામ હીરા કિંગની નજર છે. સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી મોટું બુર્સ છે.

અહીં મુંબઈના ભારત ડાયમંડ બુર્સ કરતાં ચારગણી મોટી ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં તૈયાર કરવામાં આવી છે. જ્યાં વિશ્વના 175 દેશો ખરીદી કરવા માટે આવશે. સૌથી અગત્યની વાત છે કે, આ પ્રોજેક્ટ અંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઇને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે..સુરત ડાયમંડ બુર્સની 300, 500 અને 1000 સ્ક્વેર ફૂટની ઓફિસોમાં ફર્નિચર માટે પઝેશન આપી દેવાયું છે. કામ 100 ટકા પૂર્ણ થઈ ગયું હોવાથી ગણેશ સ્થાપના, મહા આરતી અને સભાસદ સ્નેહમિલનનું આયોજન 5 જૂને સાંજે 5 વાગ્યે સુરત ડાયમંડ બુર્સ ખજોદ ખાતે કરાયું છે.

આ પણ વાંચો - આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાયો, બંદૂકની અણીએ 33 લાખની લૂંટ


" isDesktop="true" id="1211628" >

આ કાર્યક્રમમાં સૌ-પ્રથમ ગણેશ સ્થાપના કરાશે. ત્યાર બાદ 4200 ઓફિસોના માલિક 4200 દિવડા પ્રગટાવી મહાઆરતી કરશે..
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, સુરત