Home /News /surat /સુરતનો સાયબર ઠગ: ઓનલાઇન માલનાં રૂપિયા લઇને વસ્તુઓ ન પહોંચાડતો, કરતો આવી રીતે છેતરપિંડી

સુરતનો સાયબર ઠગ: ઓનલાઇન માલનાં રૂપિયા લઇને વસ્તુઓ ન પહોંચાડતો, કરતો આવી રીતે છેતરપિંડી

12 બેન્ક એકાઉન્ટની પાસબુક મળી આવી હતી

Surat News: સૂફીયાનની તલાશી લેતા તેમની પાસેથી 12 બેન્ક એકાઉન્ટની પાસબુક મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટમાંથી કરોડોનું ટ્રાન્જેક્શન મળી આવ્યું હતું.

સુરત: શહેરનાં ખટોદરા પોલીસને એક ફરિયાદ મળી હતી કે, એક યુવકે મોબાઈલ વોટ્સએપ થકી પેમેન્ટ લઈ માલ મોકલ્યો નથી તે બાબતે પોલીસે તપાસ કરતા એક ઈસમ ને ઝડપી પાડ્યો હતો. યુવકની તલાશી લેતા તેની પાસેથી 12 એકાઉન્ટની પાસબુક મળી આવી હતી. જેમાં કરોડોનું ટ્રાંજેકશન થયું હોવાનું સામે આવતા પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજકાલ સમગ્ર જગ્યા પર સાયબર ક્રાઈમના ગુના વધી રહ્યા છે. ઓનલાઈન છેતરપિંડિં થયાની અનેક ફરિયાદો ઉઠે છે તેવામાં સુરતના ખટોદરા વિસ્તારમાં એક વ્યક્તિએ ઓનલાઇન માલનો ઓર્ડર આપ્યો અને કયુંઆર કોડ મારફતે 4997 રૂપિયા ઓનલાઇન ટ્રાન્જેક્શન કર્યા હતા. જોકે, રૂપિયા લઈ લીધા બાદ તેમને માલ નહિં મોકલી છેતરપિંડિ અચરતા તેમણે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. પોલીસે સાયબર ક્રાઈમના ગુનાને લઈ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન ટેક્નિકલ ટિમ અને હ્યુમન સોર્સીસના આધારે સુરતના ગોપીપુરામાં રહેતો સૂફીયાન સાજીદ રંગુનવાલાને ઝડપી પાડ્યો હતો.

આ પણ વાંચો: મકરસંક્રાંતિના દિવસે રાજકોટમાં 358 પક્ષીઓની કરાઇ સારવાર

સૂફીયાનની તલાશી લેતા તેની પાસેથી 12 બેન્ક એકાઉન્ટની પાસબુક મળી આવી હતી. પોલીસે તપાસ કરતા આ બેન્ક એકાઉન્ટમાંથી કરોડોનું ટ્રાન્જેક્શન મળી આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા આ યુવક પાસેથી 33 મોબાઈલ, 38 સીમકાર્ડ, 12 ચેકબુક અને કોમ્પ્યુટર કબ્જે કર્યા હતા. સાથે જ 40 હજાર રોકડા સહિત યુવક પાસેથી 2,39,600 નો મુદામાલ કબ્જે કર્યો હતો. સાથેજ આરોપીના 12 એકાઉન્ટમાં રહેલા 4,18,227 ફ્રીઝ કર્યા હતા. આ આરોપીની પૂછપરછ કરતા તેમની પાસે 1 હજાર જેટલી મહિલાઓના કોન્ટેકટ મળી આવ્યા હતા.

આ પણ વાંચો: 16થી 21 જાન્યુઆરીમાં પાવાગઢ રોપ વે બંધ

આ કોન્ટેકટના માધ્યમથી તે વોટ્સએપના માધ્યમ થકી બ્રોડકાસ્ટ બનાવી અલગ અલગ કપડાંને લઈ લોભામણી જાહેરાત કરતો હતો. ત્યારબાદ વસ્તુ સિલેક્શન કર્યા બાદ ક્યુઆર કોડ મારફતે પેમેન્ટ મેળવી માલ મોકલતો ના હતો. પોલીસે આ આરોપીના ગુનાહિત ઇતિહાસની તાપસ કરતા સુરતના પાલ પોલીસ સ્ટેશન, લાલગેટ પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન, દિલ્હીમાં અને રાજ્યસ્થાનમાં પણ આરોપી વિરુદ્ધ છેતરપિંડીના ગુના નોંધાયા છે. ત્યારે પોલીસે રાજ્ય વ્યાપી સાયબર રેકેટ ચલાવતા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: CYBER CRIME, ક્રાઇમ, ગુજરાત, સુરત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन