Home /News /surat /

સુરત: સામાન્ય બાબતે રીક્ષાચાલકો બાખડ્યાં, આવ્યો કરુણ અંજામ

સુરત: સામાન્ય બાબતે રીક્ષાચાલકો બાખડ્યાં, આવ્યો કરુણ અંજામ

સરથાણા પોલીસે હત્યારા આરોપીની ધરપકડ કરી

સરથાણા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે રીક્ષાચાલકો વચ્ચે મારામારી થઈ હતી.

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રીક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે બે રીક્ષાચાલકો (auto driver) વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક રીક્ષાચાલકે બીજા રીક્ષાચાલકને છાતીના ભાગે ચપ્પુ મારી દેતા મોત નિપજ્યું હતું. આ ઘટનામાં સરથાણા પોલીસે હત્યારા (murder) આરોપી (criminal)ની ધરપકડ કરી હતી.

સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે અને હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. હવે વધુ એક ઘટના સામે આવતાં સુરત શહેરમાં ચર્ચા મચી જવા પામી છે. સુરતમાં સરથાણા વિસ્તારમાં હત્યાની ઘટના સામે આવી છે. સુરતમાં સૌરાષ્ટ્રથી આવતા પેસેન્જર બેસાડી મુસાફરી માટે લઈ જવા માટે વહેલી સવારે અનેક રીક્ષા ચાલકો લાઈનમાં ગોઠવાઈ જતાં હોય છે.

આવી જ રીતે ભોલા સિકંદર ગુર્જર અને મેહુલ જયસુખ જીવાણી પણ લાઈનમાં રીક્ષા લગાવી ઉભા હતા. તે દરમિયાન એક પેસેન્જર આવતા તેને બેસાડવા માટે બંને રીક્ષાચાલકો વચ્ચે ઝગડો થયો હતો. ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં મેહુલ જીવાણીએ ભોલા સિકંદર ગુર્જરને છાતીના ભાગે ચપ્પુ મારી દેતા લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર્સે તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનામાં સરથાણા પોલીસે તાત્કાલિક આરોપી મેહુલ જીવાણીને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 4ના મોત, જાણો આજે કયા કેટલા કેસ?

મહત્વનું છે કે, સામાન્ય બોલાચાલીમાં મેહુલ ઉશ્કેરાઈ જતાં ભોલા ગુર્જરની છાતીના ભાગે ચપ્પુ મારી દીધું હતું. જેનાથી ભોલાનું મોત થયું હતું. આ ઘટનામાં સરથાણા પોલીસે આરોપી મેહુલ જીવાણી સામે હત્યાનો ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Latest News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन