સુરત પોલીસને મળી મોટી સફળતા, સાડા ત્રણ કરોડથી વધુનો ગાંજો સપ્લાય કરનાર દિલીપ ગોડ ઝડપાયો
સુરત પોલીસને મળી મોટી સફળતા, સાડા ત્રણ કરોડથી વધુનો ગાંજો સપ્લાય કરનાર દિલીપ ગોડ ઝડપાયો
સુરત પોલીસે આરોપી ઝડપી પાડ્યો
Surat Crime update: આ યુવક પોલીસ પકડથી બચવા માટે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. આરોપીને પકડવા માટે સુરત પોલીસ ઘણી વખત પ્રયાસ કર્યા હતા પણ આરોપી પોલીસ પકડમાં આવતો નહોતો.
સુરત : ઓરિસ્સાના ગનજામ જિલ્લામાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં સુરત દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સપ્લાય કરનાર દિલીપ ગોડને પકડી પાડવા માટે પોલીસ લાંબા સમયથી પ્રયાસો કરી રહી હતી. એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો યુવક અન્ય વ્યક્તિ દ્વારા ગાંજાનો (cannabis) મોટા પ્રમાણમાં સપ્લાય કરાવતો હતો. ત્યારે અનેક ગુનામાં વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની (Surat Crime Branch) ટીમે ઓરિસ્સા ખાતેથી ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
ગુજરાતમાં મોટા પ્રમાણમાં નશાનો કારોબાર કરતા લોકો પર ગુજરાત પોલીસ સાથે સુરત પોલીસે તવાઈ બોલાવવાની શરૂ કરી છે. ત્યારે ઓરિસ્સાના જિલ્લા ગનજામ જિલ્લામાંથી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો સુરત મોકલ્યા બાદ સુરતથી અલગ અલગ જગ્યા ઉપર મોટા પ્રમાણમાં સપ્લાય કરવામાં આવતો હતો. જોકે, આ ગાંજો ઓરિસ્સાથી દિલીપ ગોડ નામનો વ્યક્તિ મોકલતો હોવાની વિગતો પોલીસને મળી હતી. 2021માં પુના પોલીસ સ્ટેશનમાં એક કરોડની કિંમતનો 1009 કિલો ગાંજો પકડાયો હતો તેમાં પણ તેનું નામ સામે આવ્યું હતું.
જોકે, આ યુવક પોલીસ પકડથી બચવા માટે લાંબા સમયથી નાસ્તો ફરતો હતો. આરોપીને પકડવા માટે સુરત પોલીસ ઘણી વખત પ્રયાસ કર્યા હતા પણ આરોપી પોલીસ પકડમાં આવતો નહોતો. ત્યારે પોલીસને દિલીપ ગોડનો ફોટાના આધારે તેની ઓળખ કરવામાં આવી હતી. દરમ્યાન દિલીપ પોતાના ઘરે આવી રહ્યો. હોવાથી માહિતી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળતા એક ટિમ ઓરિસ્સા ખાતે પહોંચી હતી અને તેના વતનથી તેની ધરપકડ કરી હતી. દિલીપ પોતે 27 વર્ષનો છે અને હાલ પોતાના વતન નજીક ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.
પોતાનું નામ બહારના આવે તે રીતે તે ત્રણ ચાર વ્યક્તિઓને કામ સોંપીને ગાંજો દક્ષિણ ગુજરાત ખાતે મોકલાતો હતો. સાડા ત્રણ કરોડથી વધુનો ગાંજો પકડાઈ ચૂક્યો છે તેમાં દિલીપનું નામ સામે આવતા પોલીસ તેને લાંબા સમયથી ખોટી હોવાની વિગતો તેની પાસે હતી. જોકે પોલીસે તેના વતન જઈ તેની ધરપકડ કરી. તેને સુરત ખાતે લઇ આવી હતી. આમ ગાંજાના મોટા સપ્લાયના રેકેટનો મુખ્ય સૂત્રધારને પોલીસને પકડવામાં સફળતા મળી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર