Home /News /surat /

સુરતમાં બાળકી બની હવસનો શિકાર, ઘરેથી પિતાની દુકાન જતા વચ્ચે જ યુવાન ખેંચી ગયો

સુરતમાં બાળકી બની હવસનો શિકાર, ઘરેથી પિતાની દુકાન જતા વચ્ચે જ યુવાન ખેંચી ગયો

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

Surat Crime news: વધુમાં જણાવ્યું હતું કે, મોટી દીકરી ધોરણ-5 માં અભ્યાસ કરે છે. મંગળવારની બપોરે શાળાએથી ઘરે આવ્યા બાદ દીકરી ભોજન કરી દુકાને આવવા નીકળી હતી.

સુરત: શહેરમાં (Surat) ફરી એક વખત નાની બાળાનો શિકાર બનવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચા મચી જવા પામી હતી. જોકે, ભાડાના પરિવારે આ મામલે ડીંડોલી પોલીસમાં (Dindoli Police) ફરિયાદ નોંધાવતા પોલીસે હવસખોર ઈસમની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શાળાએથી આવ્યા બાદ ભોજન કરી પિતા પાસે દુકાન પર જતી ધોરણ-5ની વિદ્યાર્થીને કોઇક ઉપાડીને લઈ ગયા બાદ મામાના રૂમમાં શિકાર બનાવવાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. લાચાર પિતા એ કહ્યું, રડતી આવેલી દીકરીને જોઈ હૃદય બેસી ગયું હતું. દીકરીએ કહ્યું, પપ્પા ગલીમાંથી કોઈ અંકલ મને ઉપાડી એના રૂમમાં લઈ ગયો અને જબરજસ્તી કરવાનો પ્રયાસ કરતા મેં બુમાબુમ કરી દીધી તો ભાગી ગયો. પપ્પા મને ડર લાગે છે. પિતાએ દીકરીના મોઢે સાંભળેલી વ્યથા તાત્કાલિક 100 નંબર પર ફોન કરી પોલીસને જાણ કરતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. જોકે, પોલીસે આરોપી યુવાનને પકડી આગળની તપાસ હાથ ધરી છે.

બાળાનું પરિવાર બિહારનો વતની છે. ચાર સંતાનો અને પત્ની સાથે સુરતમાં રહે છે. કટલરીની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ચાર દીકરીઓ પૈકી મોટી દીકરી સાથે મંગળવારની ઢળતી સાંજે ઘટના બની હતી.

બે લાખ સામે 18 લાખ વસૂલ્યા, ધમકી આપતા યુવકનો આપઘાત

વધુમાં જણાવ્યું હતું કે, મોટી દીકરી ધોરણ-5 માં અભ્યાસ કરે છે. મંગળવારની બપોરે શાળાએથી ઘરે આવ્યા બાદ દીકરી ભોજન કરી દુકાને આવવા નીકળી હતી. લગભગ 20 ફૂટની નજીકમાં જ ગલીમાંથી પસાર થતી દીકરીને એક યુવક ઉપાડીને પોતાના રૂમની બાજુની રૂમમાં લઈ ગયો હતો.

જ્યાં દીકરી સાથે જબજસ્તી કરતા દીકરીએ બુમાબુમ કરી દેતા યુવક ભાગી ગયો હતો. ત્યારબાદ ડરની મારી દીકરી રડતી રડતી દુકાને આવી હતી. આખી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે. ડિંડોલી પોલીસે ફરિયાદ નોંધી યુવકની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, સુરત

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन