Home /News /surat /સુરત : બનેવી સાથે ઝઘડા બાદ યુવકની હત્યા, ત્રણ વ્યક્તિએ ચાકુનાં ઘા મારી પતાવી નાખ્યો

સુરત : બનેવી સાથે ઝઘડા બાદ યુવકની હત્યા, ત્રણ વ્યક્તિએ ચાકુનાં ઘા મારી પતાવી નાખ્યો

લિંબાયત પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

બહેનને ત્રાસ આપતા બનેવીને સમજાવવા ગયેલા યુવકની હત્યા બનેવીના ભાઈએ કરી, રાતના અંધકારમાં ખેલાયો ખૂની ખેલ

સુરત : સુરતમાં સતત ચોથા દિવસે (Four murder in four days in surat) હત્યાની ઘટના બનવા પામી છે. શહેરના લિંબાયત (Limbayat surat) વિસ્તારમાં એક યુવાનને સૂતેલી હાલતમાં (Man killed in knife attack) જ ત્રણ જણાંએ ચપ્પુના ઘા મારી પતાવી દીધો હતો. બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ યુવકનો બનેવી સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે યુવાન બનેવીના ભાઈ સહિત ત્રણ જણા સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવી સૂઈ ગયો હતો. દરમિયાન બનેવીના ભાઈ સહિત ત્રણ યુવાનોએ યુવાને તેના ઝૂંપડામાં આવીને  મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે બનાવની જાણકારી મળતા લીંબાયત (Limbayat Police) પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કારિયા છે

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા અને માત્ર પંદર દિવસ અગાઉ સુરતમાં આવેલા અને લિંબાયત નીલગીરી સર્કલ પાસે સંજય નગર સર્કલ તરફ જતા રોડ ઉપર ફૂટપાથ ઉપર ઝુંપડું બાંધીને રહેતો 27 વર્ષીય મશીંદર શંકર ભોંસલે. ભંગાર વીણવાનું કામ કરતો હતો. ભોસલે પરિવર સાથે  પહેલી પત્નીના બે સંતાન બીજી પત્ની સાથે રહેતો હતો. મશીંદરની બહેન નંદિનીના લગ્ન તેના મોટાભાઈના સાળા આનંદ વામન પવાર સાથે થયા હતા.

જોકે, આનંદ નંદિનીને મારઝૂડ કરતો હોય તે 15 દિવસ અગાઉ જ મશીંદરના ઘરે રહેવા આવી ગઈ હતી અને મશીંદર તેને પરત મોકલતો ન હતો. ગત રોજ બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે બનેવીના ભાઈ દિનેશ, તેજા અને રામાં સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવીને સૂઈ ગયો હતો.

આ પણ વાંચો :  રાજકોટ : દારૂની હેરફેર માટે બૂટલેગરોએ ફરી નવી તરકીબ અજમાવી, Police પણ આશ્ચર્ય ચકિત

મશીંદરના ભાઈ અનિલે જણાવ્યું હતું કે, ગત રોજ બહેનને માર મારતા બનેવીને સમજાવવા ગયા બાદ ઝઘડો થયો હતો. ત્યારબાદ રાત્રે બનેવીના ભાઈ દિનેશ, તેજા અને રામાં સાથે દારૂની મહેફિલ માણી ઘરે આવીને સૂઈ ગયો હતો. દરમિયાન આ ત્રણેય જણાએ રાત્રે ઝૂંપડામાં ઘૂસી મશીંદરને છાતી અને ગળા પર ચપ્પુ ઘા મારી પતાવી દીધો હતો.

મશીંદર તેની પત્ની સંજીવની, માતા કમલાબેન ઝૂપડામાં સુતા હતા તે સમયે આનંદ, તેનો ભાઈ ઈનેશ અને બે મિત્રો તેજા પ્રકાશ શીંદે, રામા પ્રકાશ શીંદે ઝૂપડામાં ઘૂસી ગયા હતા અને મશીંદરના માથા ઉપર આનંદ અને ઈનેશે બેસી જઈ આનંદે કેમ નંદિનીને મારા ઘરે મોકલતો નથી કહી તીક્ષ્ણ હથિયાર વડે ગળાના ભાગે ઉપરાઉપરી ત્રણ ઘા મારી દીધા હતા.
" isDesktop="true" id="1019436" >

તે સમયે તેજા અને રામાએ મશીંદરના પગ પકડી રાખ્યા હતા અવાજ સાંભળી જાગી ગયેલા સંજીવની અને કમલાબેન પૈકી કમલાબેને મશીંદરને બચાવવા પ્રયાસ કરતા આનંદે તેમના માથામાં પણ ચપ્પુના ઘા માર્યા હતા અને બાદમાં ચારેય ફરાર થઈ ગયા હતા. લોહીલુહાણ હાલતમાં મશીંદરને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો.

આ પણ વાંચો :   સુરત : સિગારેટ ફૂંકતા-ફૂંકતા લુડો રમી રહેલા આરોપીઓનો Video થયો Viral, કોરોના વોર્ડમાં જલસા!

જોકે, ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતાં બનાવ વાળી જગિયા પર દોડી ગયેલી લિંબાયત પોલીસે હત્યાનો ગુનો નોંધી ચારેયને આરોપી ને  ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
First published:

Tags: Liquor party, Man killed, Surat breaking news, Surat Crime, Surat police, હત્યા