Home /News /surat /સુરત: યુવતીના હાથમાં આવ્યો પોતાનો જ અશ્લીલ વીડિયો, બોયફ્રેન્ડના મિત્રે કર્યો કાંડ!
સુરત: યુવતીના હાથમાં આવ્યો પોતાનો જ અશ્લીલ વીડિયો, બોયફ્રેન્ડના મિત્રે કર્યો કાંડ!
મિત્રએ જ મિત્રની ગર્લફ્રેન્ડને બદનામ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.
Surat crime: મિત્રએ જ મિત્રની ગર્લફ્રેન્ડને બદનામ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ફરતો-ફરતો તે જ યુવતી પાસે પહોંચ્યો હતો...
સુરત: મિત્રએ જ મિત્રની ગર્લફ્રેન્ડને બદનામ કરી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મિત્રના ઇન્સ્ટાગ્રામ આઈડીથી તેની ગર્લફ્રેન્ડ સાથે ચેટ કરી અસલી હરકતોનું સ્ક્રીન રેકોર્ડિંગ કરી વાયરલ કરાયાની વિચિત્ર ઘટનાએ ચકચાર મચાવી છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને ફરતો-ફરતો તે જ યુવતી પાસે પહોંચ્યો હતો. પોતાનો જ અશ્લીલ વીડિયો જોઇને યુવતી પણ ચોંકી ઉઠી હતી. અશ્લીલ વીડિયો અને બ્લેકમેલિંગ કરવાનો આ મામલો સાયબર પોલીસમાં પહોંચ્યો છે.
વીડિયો જોઇને યુવતી પણ ચોંકી ઉઠી
સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી કોલેજમાં અભ્યાસ કરે છે. આ યુવતીને આસ્થા અગ્રવાલ નામથી એપ્રિલ મહિનામાં રિક્વેસ્ટ આવી હતી. તેની સાથે ચેટિંગ કર્યા બાદ આ આઈડી ઉપરથી તેને એક વીડિયો આવ્યો હતો. આ વીડિયો ખોલીને જોતાં જ કોલેજમાં અભ્યાસ કરતી યુવતી ચોંકી ઉઠી હતી. આ અશ્લીલ વીડિયો તેનો પોતાનો જ હતો. એટલું જ નહીં, સામેથી વધુ અશ્લીલ વીડિયોની માંગણી કરવામાં આવી હતી.
થોડા દિવસો પહેલા યુવતીને તેના બોયફ્રેન્ડની આઇડી પરથી વીડિયો કોલ આવ્યો હતો. જેમાં તેની જાણ બહાર સ્ક્રિન રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું અને તે વાયરલ કરવામાં આવ્યું હોવાની જાણ થતાં સમગ્ર મામલો સાયબર પોલીસમાં પહોંચ્યો છે. આ ઘટનાને પગલે સાયબર પોલીસ એક્શનમાં આવી હતી અને યુવતીના બોયફ્રેન્ડની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી. પૂછપરછમાં યુવતીના બોયફ્રેન્ડે એવો કોઇ કોલ કે રેકોર્ડિંગ નહીં કર્યું હોવાની વાત કરતાં મામલો વધુ ગૂંચવાયો હતો.
જોકે, યુવકે તેના સોશિયલ મીડિયાના આઈડી અને પાસવર્ડ મિત્ર નિર્મલ ઘનશ્યામ ચૌહાણને ખબર હોવાની વાત જણાવતાં પોલીસે તેની પણ અટકાયત કરી હતી. આ યુવકની પૂછપરછ કરતાં તેણે જ યુવતીના બોયફ્રેન્ડ તરીકે ચેટ કરી તેનું રેકોર્ડિંગ કર્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે મહત્વની વાત એ હતી કે, આસ્થા અગ્રવાલ તરીકે યુવતી બની ચેટ કરતી વ્યક્તિ પાસે આ વીડિયો કેવી રીતે આવ્યો હતો. જે મામલે સામે આવ્યું છે કે, તુષાર નામના શખ્સે કોઇ અજાણ્યા યુવાનને ખરાઇ કર્યા વિના આવો વીડિયો મોકલી આપ્યો હતો. જે બાદ આ વીડિયોના આધારે યુવતીને બ્લેકમેલ કરતા અડાજણના રવિરાજ ઓમ પ્રકાશ સરગ્રાની પોલીસે ધરપકડ કરી છે.