Home /News /surat /

સુરત: બેંકમાં આવતાં લોકો પર વોચ રાખતી હતી આ ગેંગ, પૈસાને બદલે આપી દેતી 'પોટલી'

સુરત: બેંકમાં આવતાં લોકો પર વોચ રાખતી હતી આ ગેંગ, પૈસાને બદલે આપી દેતી 'પોટલી'

સુરતની ઉધના પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે.

Surat Crime News: બેંકમાં નાણા ઉપાડવા આવતાં લોકો પર વોચ રાખી તેમને વાતોમાં ભેળવી પૈસા પડાવી પાડતી ગેંગ ઝડપાઇ છે.

સુરત: શહેરમાં લોકો સાથે છેતરપિંડી (Fraud)ની વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં બેંકમાં નાણા ઉપાડવા (withdraw money) આવતાં લોકો પર વોચ રાખી તેમને વાતોમાં ભેળવી પૈસા પડાવી પાડતી ગેંગ ઝડપાઇ છે. આ ગેંગ લોકોને વિશ્વાસમાં લઇને રોકડા રૂપિયાને બદલે રુમાલમાં બાંધેલા કાગળો પકડાવી છેતરપિંડી આચરતી હતી. સુરતની ઉધના પોલીસે (surat police) આ ગેંગને ઝડપી પાડી છે.

ગઠિયાઓએ આમ બિછાવી જાળ

ઉધના વિસ્તારમાં આવેલી યુનિયન બેન્કમાં પૈસા જમા કરાવવા માટે ગયેલા અનિલકુમાર શર્મા નામના વ્યક્તિ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસાં નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર, અનિલ જ્યારે બેંકમાં પૈસા જમા કરાવવા ગયો હતો ત્યારે બે અજાણ્યા વ્યક્તિ બેંકમાં અગાઉથી હાજર હતા. તેમણે અનિલને વાતચીતમાં ફસાવી લીધો હતો અને ત્યાર બાદ અનિલ પાસે રહેલા રોકડા 42 હજાર રૂપિયા કાગળની ગડ્ડી સાથે બદલાવી લીધા હતા.

આ પણ વાંચો: પોલીસે ખેડૂત-મજૂર બની ફિલ્મી સ્ટાઇલમાં પાર પાડ્યું ઓપરેશન 'કિડનેપિંગ'

જોકે, આ બંને શખ્સોએ અનિલ પાસેથી પૈસા બેંકમાં જમા કરાવવાનું કહીને લીધા હતા પરંતુ ત્યાર બાદ બેંકમાં પૈસા જમા કરાવ્યા ન હતા. તેથી અનિલે આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

આ પણ વાંચો: ગાયની અડફેટે ઘાયલ થયેલા નીતિન પટેલે રખડતાં ઢોર વિશે શું કહ્યું?

અનિલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરી હતી. આરોપીની શોધખોળ દરમિયાન ઉધના પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અનિલ કુમાર સાથે છેતરપિંડી કરનાર આરોપી કમલેશ ઉર્ફે રાજ અને અભિષેક યાદવની ધરપકડ કરી લીધી હતી.

અનેક ગુનાના ભેદ ઉકેલાય તેવી આશંકા

પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી કમલેશ નામનો આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેની સામે અગાઉ પાંડેસરા, ખટોદરા, ઉમરા, બારડોલી, લીંબાયત અને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 7 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જોકે પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં ભૂતકાળમાં બનેલા અનેક ગુના ઉકેલાય તેવી આશંકા પણ પોલીસે વ્યક્ત કરી રહી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Latest News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन