Home /News /surat /સુરત ક્રાઇમ બ્રાન્ચને એમડી ડ્રગ્સના સપ્લાયરને શોધવામાં મળી સફળતા, બે આરોપીની ધરપકડ
સુરત ક્રાઇમ બ્રાન્ચને એમડી ડ્રગ્સના સપ્લાયરને શોધવામાં મળી સફળતા, બે આરોપીની ધરપકડ
સુરત પોલીસની કાર્યવાહી
Surat Crime Branch: ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન’અંતર્ગત સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જ્યાં મુંબઈથી સુરત વચ્ચે કરવામાં આવતી એમડી ડ્રગ્સની હેરાફેરીનું વધુ એક રેકેટ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
સુરત: ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન’અંતર્ગત સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચને વધુ એક સફળતા મળી છે. જ્યાં મુંબઈથી સુરત વચ્ચે કરવામાં આવતી એમડી ડ્રગ્સની હેરાફેરીનું વધુ એક રેકેટ ઝડપી પાડી બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપીઓ પાસેથી 1.94 લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો, રોકડ રકમ સહિત એક લક્ઝરીયસ કાર મળી કુલ 4.30 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં ‘નો ડ્રગસ ઇન સુરત સીટી’ અભિયાન
સુરત શહેર પોલીસ દ્વારા યુવાધનને નશાના દળદલમાંથી બહાર લાવવા અને નશાના કારોબાર કરતા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી ન આદેશ સુરત પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવ્યા છે. સુરત શહેરના નશામુક્ત બનાવવા શહેર પોલીસ દ્વારા ‘નો ડ્રગસ ઇન સુરત સીટી’ અભિયાન આ માટે ચલાવવામાં આવી રહ્યું છે. જે અભિયાનને એક બાદ એક મોટી સફળતા મળી રહી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે નશાના કારોબાર સાથે સંકળાયેલા બે શખ્સોને ઝડપી પાડી મુંબઈ અને સુરત વચ્ચે ચાલતા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવામાં વધુ એક સફળતા મળી છે.
મુંબઇના મીરા રોડ પર આવેલ ભાઈદર ખાતેથી એક ઇસમ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત આવી રહેલા બે શખ્સોને એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપી શૈલેષ પટેલ અને કમલેશ ચોવટિયા લકઝુરિયસ કારમાં એમડી ડ્રગ્સનો જથ્થો લઈ સુરત આવી રહ્યા હતા. જ્યાં સુરતના સીમાડા ચેક પોસ્ટ ખાતેથી બંને આરોપીઓને ક્રાઈમ બ્રાન્ચે દબોચી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી 1.94લાખની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો અને રોકડ રકમ સહિત ફોર વ્હીલ કાર મળી કુલ 4.30 લાખની મત્તાનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે કબ્જે કરી મુંબઈના શખ્સને વોન્ટેડ જાહેર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ સુરત ક્રાઈમ બ્રાન્ચે હાથ ધરી છે. જો કે આ મામલે તપાસ વધુ વિગત બહાર આવશે તેવી આશંકા પણ પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાતમાં દિવસે દિવસે ડ્રગ્સનું વેચાણ વધી રહ્યું છે, જેથી ગુજરાત પોલીસ આ મામલે આગળની તપાસ હાથ ધરી રહી છે. અત્યારે આ કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.