Home /News /surat /

Live Video: સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં ચીખલીગર ગેંગને દબોચી, જુઓ ઓપરેશનનો live video

Live Video: સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં ચીખલીગર ગેંગને દબોચી, જુઓ ઓપરેશનનો live video

લાઇવ વીડિયો માંથી લીધેલી તસવીરો

Surat police: એકવાર ચીખલીગર ગેંગ ભાગવામા સફળ તો થઇ પરંતુ તેમની કાર જેસીબી સાથે અથડાઇ ગઇ હતી. આ આખી ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

    બારડોલી: સુરત પોલીસનો એક વીડિયો હાલ ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં સુરત પોલીસ કુખ્યાત ચીખલીગર ગેંગને ઝડપી પાડતી હોય તેવા લાઇવ દ્રશ્યો દેખાઇ રહ્યા છે. સુરત પોલીસે ફિલ્મી અંદાજમાં આખી ગેંગને બારડોલી નજીકથી પીછો કરીને દબોચી લીધા હતા.

    શહેરના દસ્તાન ફાટકના રોડ પર પોલીસે ગેંગના 3 સભ્યોને દબોચી લીધા છે. ગેંગને ઝડપી પાડવા ક્રાઇમ બ્રાંચે જેસીબી વચ્ચે મુકીને ગાડી પર લાઠીઓ મારવાની શરૂ કરી હતી. જેમાં ગેંગ ભાગવામા સફળ તો થઇ પરંતુ તેમની કાર જેસીબી સાથે અથડાઇ ગઇ હતી. આ આખી ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.

    આ પણ વાંચો: ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે અકસ્માતોની ઘટનામાં 7 લોકોના મોત

    આ વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, પોલીસ અને ગેંગ વચ્ચે ઝપાઝપી થઇ હતી. જે બાદ કાર જેસીબી સાથે અથડાતા દોડતા પોલીસકર્મીઓએ આ ગેંગના ત્રણ સભ્યોને દબોચી લીધા હતા. શહેરના બારડોલીના દસ્તાન ફાટક પાસેથી ચીખલીગર ગેંગના સભ્યો ઇકો લઇને જઇ રહ્યાં હતા.



    તે દરમિયાન ક્રાઇમ બ્રાંચની ટીમે કારને રોકી હતી. જોકે પહેલા તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. જે બાદ કાર પર ડંડા અને ધોકાવાળી કરીને તેમજ ચીખલીગર ગેંગના સભ્યો ફરાર ન થઇ જાય એ માટે કારને રોકવા વચ્ચોવચ બુલડોઝર પણ મૂકવામાં આવ્યું હતું

    કોકેઇનની ડિલિવરી કરતું દંપતી ઝડપાયું

    સુરત શહેરમાં (Surat) નસાનો કારોબાર ચાલી રહ્યો છે. ત્યારે લકઝુરીયસ કારમાં કોકેઇન ડ્રગ્સ (cocaine drug) ડિલિવરી આપવા આવતા દંપતી અને જેને આપવા આવતા હતા આ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ સાથે તેમની પાસેથી 39 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતમાં આટલી મોટી માત્રામાં કોકેઇન પહેલીવાર સુરતમાંથી પકડાયું છે. સુરતમાં ચાલતા નશાનો કારોબાર તોડી પાડવા માટે સતત પોલીસ આવા ઈસમો પકડી પાડવા પાડવા ખાસ અભિયાન ચલાવી રહી છે. ત્યારે નશાનો કારોબાર કરતા ઈસમો પકડી પાડવા સતત પેટ્રોલીગ કરતી હોય છે. ત્યારે રવિવારે સવારે સુરત-કડોદરા નિયોલ ચેક પોસ્ટ પાસેથી મુંબઈથી લકઝરીયસ કારમાં કોકેઇન ડ્રગ્સ લઈ રાંદેરમાં ઈસ્માઈલ ગુર્જરને ડીલીવરી કરવા આવેલા મુંબઈના દંપતીને સુરત SOGની પકડી પાડવામાં સફળતા મળી હતી. (વધુ માહિતી અહીં વાંચો)
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Crime news, Live video, ક્રાઇમ સમાચાર, ગુજરાત, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन