Home /News /surat /બિહારના સીએમને જાનથી મારી નાંખવાની ધમકી આપનારને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો

બિહારના સીએમને જાનથી મારી નાંખવાની ધમકી આપનારને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડ્યો

પોલીસે લસકાણા વિસ્તારમાંથી અંકિત મિશ્રા નામના યુવકની  ધરપકડ કરી હતી

Surat news: આ યુવકે બે દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી એક ચેનલના માધ્યમથી આપી હતી.

સુરત: બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને ફોન કરીને ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિને સુરત ક્રાઈમ બ્રાન્ચ પકડી પાડ્યો છે. સુરતના લસકાણા વિસ્તારમાંથી અંકિત મિશ્રા નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. જે બાદ તેને બિહાર પોલીસને સોંપી દેવામાં આવ્યો છે. બિહાર પોલીસે આ મામલે પટનાના સચિવાલય ખાતે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને આખરે આરોપીનો કબજો લઈ બિહાર જવા રવાના થઈ છે.

પોલીસે લસકાણા વિસ્તારમાંથી અંકિત મિશ્રા નામના યુવકની  ધરપકડ કરી હતી. આ યુવકે બે દિવસ પહેલા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને જાનથી મારી નાખવાની ધમકી એક ચેનલના માધ્યમથી આપી હતી. જોકે આ બાબતે બિહારની પોલીસે પટનાના સચિવાલય પોલીસ મથકમાં ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે આ યુવક સુરતના રસ્તા પર રહેતો અને મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: મહેસાણા: કાર અને રિક્ષા વચ્ચેના થયો અકસ્માત

બિહાર પોલીસની જાણકારી બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચે પુરાવાના આધારે આ યુવકની ધરપકડ કરી દીધી હતી અને આ બાબતે જાણ કરતા સુરત ક્રાઈમ બ્રાન્ચે આ યુવકની ધરપકડ કરી તપાસ શરૂ કરી હતી. જોકે, આ યુવકના મોબાઇલમાંથી અનેક હાઇપ્રોફાઈલ લોકોના નંબર પર પણ મળી આવ્યા હતા.

તેમમે જાનથી મારી નાંખવાની ધમકી આપી અને 72 કલાકનું અલ્ટીમેટ આપી બિહારના સીએમને બોમથી ઉડાડી મૂકવાની ધમકી મામલે અટકાયત કરી વધુ પૂછપરછ શરૂ કરી છે. જોકે બી.આર પોલીસ સુરત પહોંચતા પોલીસને આપતા બિહાર પોલીસ આરોપીને લઈને બિહાર જવા રવાના થઈ ગઈ હતી.


જોકે આરોપી બિહાર પહોંચ્યા બાદ જ આ મામલે મોટા ખુલાસા બિહાર પોલીસ કરે તેવી શક્યતાઓ પણ સુરત પોલીસે વ્યક્ત કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Crime news, Gujarat News, Surat news