Home /News /surat /Surat News: સુરત ક્રાઇમ બ્રાન્ચે ચરસ સાથે યુવક-યુવતીની ધરપકડ કરી, હજારોનો મુદ્દામાલ જપ્ત

Surat News: સુરત ક્રાઇમ બ્રાન્ચે ચરસ સાથે યુવક-યુવતીની ધરપકડ કરી, હજારોનો મુદ્દામાલ જપ્ત

આરોપી યુવક-યુવતીની તસવીર

Surat News: સુરતમાં ગેરકાયદેસર કેનાબિસ ચરસ ઘુસાડનારા યુવક અને યુવતીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ સાથે જ બંને પાસેથી હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઃ સુરતમાં ગેરકાયદેસર કેનાબિસ ચરસ ઘૂસાડનારા યુવક અને યુવતીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે બંનેની રેલવે સ્ટેશનથી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, બંને હિમાચલ પ્રદેશથી કેનાબિસ ચરસ લઈને આવ્યા હતા. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

હજારો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત


‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બાતમીને આધારે સુરતના નેશનલ પ્લાઝા બિલ્ડિંગ મિડટાઉન રેસ્ટોરન્ટની સામે સુરત રેલવે પાર્કિંગની બહાર જાહેર રોડ ઉપરથી કેનાબિસ ચરસ લાવતા યુવક શ્રેયાંશ ગાંધી અને યુવતી પ્રિતી પટેલને પકડી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી 11 હજારથી વધુ રૂપિયાનો 79 ગ્રામ જેટલો કેનાબિસ ચરસનો જથ્થો જપ્ત કર્યો હતો. આ સાથે જ કુલ 57 હજારથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.


કાસોલથી ચરસ લાવ્યા હોવાનો ખુલાસો


ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યુ હતુ કે, કેનાબિસ ચરસનો જથ્થો હિમાચલ પ્રદેશના કુલ જિલ્લામાં આવેલા કાસોલમાંથી ખરીદવામાં આવ્યો હતો અને ત્યાંથી રેલવેમાં બેસી સુરત લાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપી શ્રેયાંશ ગાંધી 2021માં હિમાચલ પ્રદેશના ભનતર પોલીસ સ્ટેશનમાં 655 ગ્રામ ચરસ સાથે ઝડપાયો હતો. તેમજ NCB દ્વારા 2021માં 7 ગ્રામ ચરસના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. હાલ મહિધરપુરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Cannabis, Surat Crime, Surat crime branch, Surat crime news, Surat news, Surat police

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन