Home /News /surat /Surat News: ઊંચા વ્યાજે નાણા ધીરનાર રીઢા ગુનેગારની ધરપકડ, પૈસા ન મળતા એકને માર માર્યો હતો

Surat News: ઊંચા વ્યાજે નાણા ધીરનાર રીઢા ગુનેગારની ધરપકડ, પૈસા ન મળતા એકને માર માર્યો હતો

આરોપીની તસવીર

Surat News: સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામે હવે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે ઊંચા વ્યાજે નાણાં ધીરનાર રેઢા ગુનેગારને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

સુરતઃ શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો સામે હવે લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે ઊંચા વ્યાજે નાણાં ધીરનાર રેઢા ગુનેગારને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપીએ વગર લાઇસન્સે લોકોને વ્યાજ રૂપિયા આપ્યા હતા અને એક વ્યક્તિ પાસેથી પૈસા ન મળતા આરોપીએ તેના સાગરીત સાથે મળી ફરિયાદીને લોખંડના સળિયા વડે માર માર્યો હતો.

સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ઊંચા વ્યાજે નાણા ધીરનાર અને રીઢા ગુનેગાર એવા વોન્ટેડ આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસના માણસોને મળેલ બાતમીના આધારે મોટા વરાછા વિસ્તારમાં આવેલા ગોપિન ગામમાંથી આરોપી ચિરાગ ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. આરોપી સામે સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.

આ પણ વાંચોઃ આ ગુજરાતી છોકરાએ ‘ઘોડે પે સવાર’ ગીત ગાયું અને છવાઈ ગયો

10 ટકાના વ્યાજે રૂપિયા આપ્યા હતા


પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી ચિરાગ ભરવાડ અને તેનો સાગરીત ચંદન ઉર્ફે દેવા તિવારી ગોડાદરા વિસ્તારમાં માધવ શોપિંગ સેન્ટરના પહેલા માળે ઓફિસ ખોલી વગર લાઇસન્સે વ્યાજે રૂપિયા આપવાનો ધંધો કરતા હતા અને અંકુર ત્રિવેદી નામના વ્યક્તિને બે લાખ રૂપિયા 10 ટકાના વ્યાજે આપ્યા હતા. જો કે અંકુર ત્રિવેદી કોઈ કારણોસર આ ઈસમોને વ્યાજના રૂપિયા આપી ન શકતા આરોપીઓએ સાથે મળીને ફરિયાદી અંકુરને ગાળો આપી લોખંડના સળિયા વડે માર મારી ઇજાગ્રસ્ત કર્યો હતો. આ બાબતે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો.


આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાયા


આરોપી ચિરાગ ભરવાડને 17 ડિસેમ્બરે મોટા વરાછા ગોપીન ગામ ખાતે આવેલા રાધા કૃષ્ણ ફાર્મ પાસેથી સુરત ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. મહત્વની વાત છે કે, આરોપી ચિરાગ ભરવાડ સામે મારામારી, અપહરણ બળજબરીથી પૈસા કઢાવી લેવા ધાકધમકી સહિત અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યાં છે. 15થી વધુ ગુના ચિરાગ ભરવાડ સામે નોંધાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime branch, Surat crime news, Surat news, Surat police

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन