Home /News /surat /Surat Crime Branch: સુરત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી,ઓઇલ લાઇનમાં પંચર પાડનાર આરોપીને અમદાવાદથી ઝડપ્યો

Surat Crime Branch: સુરત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી,ઓઇલ લાઇનમાં પંચર પાડનાર આરોપીને અમદાવાદથી ઝડપ્યો

આરોપીની તસવીર

સુરત પોલીસે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક ડ્રાઇવ શરૂ કરી છે. ત્યારે બાતમીને આધારે, રાજસ્થાનની ઓઇલ લાઇનમાં પંચર પાડી ચોરી કરતી ગેંગનો સભ્ય અમદાવાદમાં છુપાયેલો છે તો તેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતઃ શહેર પોલીસે ઘણા લાંબા સમયથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે એક ડ્રાઇવ શરૂ કરી છે. તે અંતર્ગત બાતમી મળી હતી કે, રાજસ્થાનની ઓઇલ લાઇનમાં પંચર પાડી ચોરી કરતી ગેંગનો સભ્ય અમદાવાદમાં છુપાયેલો છો. ત્યારે પોલીસે તેને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાતમીને આધારે પોલીસની કાર્યવાહી


સુરત શહેર પોલીસ સુરતમાં ગુનાખોરી ડામવા માટે સતત ગુનામાં સંડોવાયેલા હોય તેવા આરોપીઓને પકડીને તેમને જેલના સળિયા ગણાવવાનું કામ કરતી હોય છે. ત્યારે સુરત પોલીસને બાતમી મળી હતી કે, રાજસ્થાનના કિવરલી ગામે આવેલી મુદ્રા પાનીપત લાઇનમાં પંચર પાડી ઓઇલની ચોરી કરનારી ગેંગ સક્રિય થઈ હતી આ ગેંગના લોકો મુખ્ય લાઇનમાં પંચર કરી વાલ બેસાડવા જતાં વાલ લીક થઈ ગયો હતો અને કંપનીને આ ઘટનાની જાણ થઈ ગઈ હતી.


અમદાવાદમાં આરોપી રહેતો હતો


ત્યારે કંપની તરફથી તેમના અધિકારીએ રાજસ્થાનના આબુરોડ પર આવેલા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ દાખલ કરી હતી. આ ઘટનામાં સંડોવાયેલા આરોપીઓ પોલીસ પકડથી છેલ્લા લાંબા સમયથી નાસતા ફરતા હતા. ત્યારે પોલીસે આ ગુનામાં સડોવાયેલા એનુંલહક સોલંકી લાલજી તથા અન્ય માણસોને પોલીસે પકડી પાડ્યા હતા. ત્યારે આ ગુનાનો મુખ્ય આરોપી આરીફ મુસ્તાક ઉર્ફે બાબુભાઈ સોલંકી કે જે મૂળ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના ટાકોદી ગામનો વતની છે અને હાલ તે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહે છે, તે પોલીસ પકડતી નાસ્તો કરતો હતો. આ વ્યક્તિના ઘરે આવવાની વાતની સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારે સુરત ક્રાઈમ બ્રાન્ચે આ વ્યક્તિને અમદાવાદથી ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Published by:Vivek Chudasma
First published:

Tags: Surat crime branch, Surat news, Surat police