Home /News /surat /સુરત: યુવતીની પાછળ આંટાફેરાની શંકામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, CCTV

સુરત: યુવતીની પાછળ આંટાફેરાની શંકામાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો, CCTV

યુવતીના પિતા અને યુવક વચ્ચે મારામારી સીસીટીવીમાં કેદ

Surat crime: યુવતીની પાછળ આંટાફેરાની શંકામાં બબાલ, યુવતીના પિતા અને યુવક વચ્ચે મારામારી સીસીટીવીમાં કેદ

    સુરત: સુરતના ઓલપાડના અટોદરા ગામમાં હુમલાની ઘટના સામે આવી છે. યુવતીની પાછળ આંટાફેરાની શંકામાં ઝઘડો થયો હતો. યુવતીના પિતાને શંકા જતા બાઈક લઈને ફરતા યુવાનની સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ યુવકે યુવતીના પિતાની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જ્યારે યુવતીના પિતાએ પણ બાઈકચાલક યુવકને માર માર્યો હતો. આ મારમારીમાં બન્ને લોકોને ગંભીર ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે ઓલપાડ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

    યુવતીના પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

    મળતી માહિતી અનુસાર, સુરતના ઓલપાડમાં આવેલા અટોદરા ગામે શંકા રાખી હુમલો કરાયો હોવાની ઘટના બની છે. અહીં એક બાઇકચાલક યુવતી પાછળ આંટાફેરા મારી રહ્યો હોવા મામલે શંકા જતાં બબાલ થઇ હતી. યુવતીના પિતાને શંકા ગઇ હતી કે બાઇકચાલક તેમની દીકરી પાછળ આંટાફેરા મારી રહ્યો છે. આ મામલે તેમણે યુવકને રોક્યો હતો. જ્યારે સામસામે બોલાચાલી બાદ બાઇકચાલક યુવક ઉશ્કેરાયો હતો અને યુવકે યુવતીના પિતા પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી દીધો હતો. આટલું જ નહીં, યુવતીના પિતાએ પણ બાઇકચાલક યુવકને માર માર્યો હતો. ઘટનાને પગલે ગામમાં સોંપો પડી ગયો હતો. મારામારીની આ ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે.

    આ પણ વાંચો: ગાંધીનગર: બસની ટક્કરે બાળકો ભરેલી સ્કૂલ વાન પલટી, CCTV આવ્યા સામે

    મારામારી સીસીટીવીમાં કેદ

    હથિયાર વડે હુમલા અને મારામારી બાદ સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી બાજુ, મારામારીમાં બન્ને લોકોને ગંભીર ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઓલપાડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ કરવામાં આવી રહી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Crime news, Gujarat News, Surat news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन