Home /News /surat /

Video: 'VIP' ચોર પ્લેનમાં સુરત આવીને નોકર તરીકે કરતો હતો કામ, 75 લાખ ચોરી સાઇકલ પર રફુચક્કર

Video: 'VIP' ચોર પ્લેનમાં સુરત આવીને નોકર તરીકે કરતો હતો કામ, 75 લાખ ચોરી સાઇકલ પર રફુચક્કર

75 લાખ રૂપિયાની ચોરી કરી આરોપી સાયકલ પર રફુચક્કર

Surat Crime: આ ચોર સામાન્ય ચોરો જેવો નથી. આ ચોર 'વીઆઇપી' ચોર છે. તે પ્લેનમાં સુરત આવીને જે-તે વ્યક્તિના ઘરે નોકર તરીકે કામ કરે છે. કરોડોની ચોરી આચરી ચૂક્યો છે

સુરત: શહેરના પોશ વિસ્તારમાં રહેતા એક વેપારીને ત્યાં નોકર તરીકે કામ કરતો વ્યક્તિ 75 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે. ઘરમાં નોકર તરીકે કામ કરતો જયંતી નામના શખ્સ 75 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયો હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. જોકે, ચોરી કર્યા બાદ ચોર સાઇકલ પર જતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. કેમ કે, ચોરીને અંજામ આપનાર એક હાઇફાઇ ચોર છે. જે પ્લેનમાં સુરત આવી નોકર તરીકે ઘરમાં કામ કરતો હતો. તે આવી રીતે જ કરોડો રૂપિયાની ચોરીને અંજામ આપી ચૂક્યો છે.

સુરતના પોશ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે કે, ઘરકામ માટે ઘરઘાટી રાખો તો તેની જાણકારી પોલીસને આપો. જેથી ચોરીની ઘટના અટકે અથવા પોલીસને ગુનાની ઘટના સામે આવતાં તપાસમાં સરળતા રહે, પરંતુ લોકો પોલીસને કોઈ પણ વિગત આપતા નથી પરિણામે ઘરમાં કામ કરતા નોકરો ચોરી કરતા હોવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતમાં ઉમરા વિસ્તારમાં આવેલા હેપ્પી રેસિડેન્સીમાં રહેતા એક વેપારીએ તેના ઘરે કામ માટે એક નોકરને પંદર દિવસ પહેલા જ કામ પર રાખ્યો હતો. આ નોકર વેપારીના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના સહિત રોકડ મળીને કુલ 75 લાખની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં હવાનું પ્રદૂષણ વધતાં શ્વાસનતંત્રની બીમારીનું પ્રમાણ વધ્યું, પાંચ વર્ષમાં 80 હજારથી વધુ દર્દી નોંધાયા

ઘટનાની જાણ થતાં વેપારીએ ઉમરા પોલીસનો સંપર્ક કર્યો હતો. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે આ સંગર્ભે સીસીટીવી ફૂટેજ પણ તપાસ્યા હતા. જેમાં એક ચોંકાવનારો જ ખુલાસો થયો હતો. સીસીટીવી જોતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કેમ કે, સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું હતું કે, 75 લાખ રૂપિયાની ચોરી કરી ઘરમાં કામ કરતો શખ્સ સાઇકલ પર રફૂચક્કર થઇ ગયો હતો. તે સાઇકલ પર એપાર્ટમેન્ટમાંથી બહાર નીકળતો કેમેરામાં કેદ થયો હતો.



આટલું જ નહીં, આ ચોરીને અંજામ આપનાર વેપારીના ઘરે કામ કરતો શખ્સ જયંતી હેકડે હતો. જે અત્યાર સુધી અનેક ચોરીને અંજામ આપી ચૂક્યો છે. તે કરોડો રૂપિયાની ચોરી કરી ચૂક્યો છે. આ ચોર સામાન્ય ચોરો જેવો નથી. આ ચોર 'વીઆઇપી' ચોર છે. તે પ્લેનમાં સુરત આવીને જે-તે વ્યક્તિના ઘરે નોકર તરીકે કામ કરે છે અને તેમનો વિશ્વાસ જીત્યા બાદ ઘટનાને અંજામ આપે છે. લોકોને વિશ્વાસમાં લઇને આ ચોર ઘરમાંથી દાગીના અને રોકડ લઇને ફરાર થઇ જતો હોય છે. પોલીસે ગુનો દાખલ કરીને આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: CCTV footage, Gujarat News, Surat news

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन