Home /News /surat /સુરતમાં Corona કહેર: 24 કલાકમાં જ 2726 કેસ, આજે 28 લોકોના મોત, જાણો જિલ્લામાં કેવી સ્થિતિ

સુરતમાં Corona કહેર: 24 કલાકમાં જ 2726 કેસ, આજે 28 લોકોના મોત, જાણો જિલ્લામાં કેવી સ્થિતિ

પ્રતિકાત્મક તસવીર

આજે કોરોના ની સારવાર દરમિયાન 28 લોકોના મોત થયા છે જેમાં 323 મૃત્યુ જિલ્લાના છે અને 1295 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1618 પર પહોંચ્યો છે.

સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2726 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 2361 જયારે ગ્રામીણ વિસ્તારમાં 365 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 102526 પર પહોંચી છે, જયારે આજે 28 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1618 પર પહોંચ્યો છે, તેવામાં આજે 1085 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે. કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે.

સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2726 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 2361 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 80088 જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 365 કેસ સાથે દર્દી સંખ્યા 22438 પર પહોંચી છે.આજે કોરોના ની સારવાર દરમિયાન 28 લોકોના મોત થયા છે જેમાં 323 મૃત્યુ જિલ્લાના છે અને 1295 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1618 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 950 જ્યારે જિલ્લામાં આજે 296 દર્દીને રજા આપતા, કુલ 1246 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 79572 જેમાં શહેર વિસ્તારમાં 61876 જયારે ગ્રામ્ય વિસ્તારના 17696 દર્દી છે.

આ પણ વાંચો સુરત : શિક્ષિકાનો 14મા માળેથી કૂદવાનો દર્દનાક Live Video સામે આવ્યો, વીડિયો ઉતારનાર પણ હચમચી ગયો

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 253, વરાછા એ ઝોનમાં 260, વરાછા બી 2 224 , રાંદેર ઝોન 450, કતારગામ ઝોનમાં 296, લીંબાયત ઝોનમાં 228, ઉધના ઝોનમાં 236 અને અથવા ઝોનમાં 414 કેસ નોંધાયા છે.જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોક્રૂરતાની હદ: દીકરાએ માતાની હત્યા કરી, બાદમાં શરીરના 1000 ટુકડા કર્યા, પછી પોતાના કૂતરા સાથે બેસી ખાઈ ગયો

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 86, ઓલપાડ 34, કામરેજ 60, પલસાણા 14, બારડોલી 59, મહુવા 39, માંડવી 18, અને માંગરોળ 44, અને ઉમરપાડા 11 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
First published:

Tags: Corona Vaccination, Surat Coronavirus

विज्ञापन