સુરત (Surat)માં કોરોના વાયરસ (Cornavirus)ના કહેર બાદ જનજીવન તો થાળે પડી ગયું છે પરંતુ તેના ઘસરકાર હજુ ગયા નથી. સ્વાસ્થ્ય સાથે આર્થિક તબાહી નોતરનાર આ કાળમુખા રોગના કારણે કેટલાય લોકોની રોજગારી (Employment) છીનવી લીધી છે. દરિયાન આવા બેરોજગારો (Unemploy) આપઘાત (Suicide) કરી રહ્યા હોવાની ઘટનાઓ ઘટી રહી છે. આવા જ એક બેરોજગાર આધેડે આજે સુરત શહેરમાં આપઘાત કરી લેતા કરૂણાંતિકા સર્જાઈ છે. જ્વેલર્સની દુકાનમાં કામ કરતા આધેડની નોકરી છૂટી જતા તેઓ લાંબા સમયથી તણાવમાં આવી જઈ આપઘાત કર્યો છે.
બનાવની વિગતો એવી છે કે સુરતના નાનપુરા વિસ્તારમાં નાવડી ઓવારા ખાતે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં રહેતા મનીષભાઈ મહેન્દ્ર ભાઈ શાહ કે જેઓ જવેલર્સ ની દુકાનમાં કામ કરતા હતા. જોકે આઠ વર્ષ પહેલાં છૂટાછેડા થયા બાદ તેવો જવેલર્સની દુકાનમાં કામ કરી પોતાનું ગુજરાન ચાલવતા હતા.
પણ એક બાજુ આર્થિક સંકડામણ અને બીજી બાજુ નોકરી છૂટી જતાં સતત માનસિક તણાવમાં રહેતા આધેડે આજ રોજ પોતાના ઘરમાં સુસાઇડ નોટ લખી અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જોકે આ ઘટનાની જાણ પડોશીઓ અને તેમના સ્વજનોને થતા તેઓ તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જયાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત થયું હતું.
" isDesktop="true" id="1111521" >
જોકે આ મામલાની જાણ થતાં અઠવા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે પણ જે રીતે આર્થિક સંકડામણ અને તેમાં પણ નોકરી છુટી જતા આધેડ હિંમત હારી જઈને આ પગલું ભરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સુરત શહેરમાં લૉકડાઉનથી લઈને અત્યારસુધીમાં આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
મોટાભાગના કિસ્સામાં લોકો આર્થિક રીતે તબાહ થઈ ગયા હોવાથી સંઘર્ષ ન કરી શકવાની સ્થિતિમાં હોવાથી આપઘાત કરી લે છે. આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સામાજિક સહયોગથી આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય છે.