Home /News /surat /સુરત : કોરોનાએ આજે 28 દર્દીઓનો જીવ લીધો! નવા 2425 કેસ, રાંદેર-અથવામાં સંક્રમણ બેકાબૂ

સુરત : કોરોનાએ આજે 28 દર્દીઓનો જીવ લીધો! નવા 2425 કેસ, રાંદેર-અથવામાં સંક્રમણ બેકાબૂ

સુરતમાં કોરોનાની સ્થિતિ વિકરાળ

જાણો આજે શહેર અને જિલ્લામાં ક્યા વિસ્તારમાં કેટલા નવા કેસ નોંધાયા, કેટલા દર્દી સાજા થયા, કુલ કેસની સંખ્યા કેટલી થઈ

સુરત : દેશભરમાં કોરોનાવેક્સિન (Corona Vaccination) આપવાનું શરૂ થઈ ગયું છે, પરંતુ સુરત શહેરમાં કોરોનાના દર્દી (Corona patient)ત્રીજા રાઉન્ડમાં સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 2425 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 1929 જયારે ગ્રામીણ વિસ્તારમાં  496 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 87876 પર પહોંચી છે, જયારે આજે 28 લોકોના કોરોનાથી મોત (Corona Death) સાથે મરણ આંક 1458 પર પહોંચ્યો છે, તેવામાં આજે 869  દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસ(Coronavirus)ને લઇને લોકો કોરોના ગાઈડ લાઇન પાલન નહિ કરવાને લઈને ત્રીજ વખત કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યું છે. સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 2425 દર્દી નોંધાયા છે, જેમાં શહેર વિસ્તારમાં 1929 કેસ નોંધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 68312  જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ 496  કેસ સાથે દર્દી સંખ્યા 19564 પર પહોંચી છે.

આ પણ વાંચો : ગાંધીનગર : નર્મદા કેનાલમાં કૂદી આપઘાત કરવા પહોંચ્યો હતો પતિ, એવી ઘટના ઘટી કે બચી ગઈ જિંદગી

આજે કોરોના ની સારવાર દરમિયાન 28 લોકોના મોત થયા છે જેમાં 306 મૃત્યુ જિલ્લાના છે અને 1152 શહેર વિસ્તારના છે. કુલ મૃતઆંક 1458 પર પહોંચ્યો છે. આજે શહેરમાંથી 635 જ્યારે જિલ્લામાં આજે 199 દર્દીને રજા આપતા, કુલ  834 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા કુલ 73690 જેમાં શહેર વિસ્તારમાં 57546 જયારે ગ્રામ્ય વિસ્તારના 16144 દર્દી છે.

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોનમાં 218, વરાછા એ ઝોનમાં 221, વરાછા બી 2 226 , રાંદેર ઝોન 342, કતારગામ ઝોનમાં 236, લીંબાયત ઝોનમાં 170, ઉધના ઝોનમાં 172 અને અથવા ઝોનમાં 344 કેસ નોંધાયા છે.
" isDesktop="true" id="1089254" >

જોકે ગતરોજ સુરતમાં અથવા અને ખાસ કરીને રાંદેર ઝોનમાં સંક્રમણ વધી રહ્યું છે, જેને લઈને કેટલાક વિસ્તારને કંટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો : સુરત : ધનવંતરી રથમાં અચાનક લાગી આગ, ભડભડ બળતી બ્લૂ બસનો Live વીડિયો થયો Viral

જિલ્લામાં ક્યાં કેટલા કેસ?

જોકે જિલ્લામાં ચોર્યાસીમાં 94, ઓલપાડ 49, કામરેજ 119, પલસાણા 31, બારડોલી 71, મહુવા 30, માંડવી 50, અને માંગરોળ 48, અને ઉમરપાડા 04 કેસ નોંધાતા તંત્ર દ્વારા કોરોના ટેસ્ટિંગ અહીંયા પણ વધારવામાં આવ્યું છે. જોકે સતત વધી રહેલા કેસમાં બહાર ગામથી આવતા લોકોમાં સંક્રમણનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે અને જો લોકો નિયમો નહીં પાળે તો આગામી દિવસોમાં કોરોના વિસ્ફોટ થાય તેવું લાગી રહ્યું છે.
First published:

Tags: Surat corona updates, Surat coronavirus deaths

विज्ञापन