Home /News /surat /સુરત: Coronaના બપોર સુધીમાં જ 150 કેસ, તંત્ર ફરી સક્રિય, સુપર સ્પ્રેડરોનું ચેકિંગ શરૂ કરાયું
સુરત: Coronaના બપોર સુધીમાં જ 150 કેસ, તંત્ર ફરી સક્રિય, સુપર સ્પ્રેડરોનું ચેકિંગ શરૂ કરાયું
પ્રતિકાત્મક તસવીર
નવા નોંધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
સુરતમાં છેલ્લાં ૧૫ દિવસથી કોરોના વાયરસના કેસોમાં વધારો નોîધાતા પાલિકા તંત્ર ફરીથી સક્રિય બન્યુ છે. લોકોને કોરોના વાયરસ અંગે જાગૃતતા આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત બહારગામથી આવતા શ્રમિકોનું રેલ્વે સ્ટેશન પર ટેસ્ટીંગની પ્રકિયા હાથ ધરવામાં આવી છે.
આ ઉપરાંત શહેરમાં પણ શાકભાજીના વિક્રેતાઓ, રીક્ષા ચાલક, ઓટો ગેરેજ, ટેક્ષટાઇલ માર્કેટ, હિરા ઉદ્યોગ, એકાઉન્ટન્ટ, કેશીયર વગેરેનું પણ ટેસ્ટીંગ શરૂ કર્યુ છે. તે દરમ્યાન સુરતમાં બુધવારે ૧૫૦ કેસ નોîધાયા છે. આ સાથે શહેર - જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૫,૦૨૩ પર પહોંચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક ૮૭૬ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૨૧,૫૩૨ લોકો ઘરે પરત ફર્યા છે.
સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોંધાયો છે. તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોંધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે. ખાસ કરીને શહેરના કતારગામ , અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે.
આ દરમ્યાન બુધવારે બપોર સુધી સુરત શહેરમાં ૯૦ કેસ નોîધાયા છે. આ સાથે શહેરમાં ૧૮,૯૯૨ કેસો નોંધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યામાં વધારો નોંધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી અધધ ૬૦ કેસ નોંધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૬,૦૩૧ કેસો નોîધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૫,૦૨૩ પર પહોંચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૮૭૬ના મોત નિપજયા છે.
આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૨૧,૫૩૨ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૮ થી ૮૯ ટકા થયો છે. નવા નોંધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. હાલ વિવિધ હોસ્પિટલોમાં ૮૫૨ એકટીવ છે. જયારે સિવીલમાં ૧૭૧ અને સ્મિમેરમાં ૧૨૧ દર્દીઓ સારવાર હેઠળ છે. આ ઉપરાંત સુરત શહેરમાં પાલિકાએ કોરોન્ટાઇન ફેસીલીટીની વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં ૩૯,૯૧૪ લોકો કોરોન્ટાઇન હેઠળ છે.