સુરત શહેર સહિત જીલ્લામાં ફરીથી કોરોના વાયરસે રફતાર પકડી છે. છેલ્લા એક અઠવાડિયાથી કોરોના વાયરસનો આંકડો વધવાને કારણે તંત્રમાં ચિંતા જાવા મળી હતી. તે દરમ્યાન મંગળવારે સુરતમાં 150 કેસ નોધાયા છે. આ સાથે શહેર - જીલ્લામાં કુલ પોઝિટિવની સંખ્યા ૨૩,૦૨૧ પર પહોચી છે. કોરોનાને કારણે એકનું મોત થતાં કુલ મૃતાંક ૮૪૮ થયો છે. કોરોનાને મ્હાત આપી અત્યાર સુધીમાં ૧૯,૬૫૧ લોકો ઘરે પરત ફર્યા છે. હાલ સિવીલ અને સ્મિમેર હોસ્પિટલમાં ૨૬૭ દર્દીઓ સારવાર લઇ રહ્ના છે. જયારે સિવીલ, સ્મિમેર સહિત અન્ય હોસ્પિટલોમાં ૮૪૦ એકટીવ કેસો છે.
સુરત શહેર અને જીલ્લામાં કોરોના વાયરસના કેસોમાં ફરીથી ઉછાળો નોધાયો છે. તંત્ર દ્વારા કોરોના વાયરસના કેસો કંઇ રીતે ઓછા થાય તે માટે તમામ તકેદારીના પગલા લેવાયા હોવા છતાં કેસોમાં વધારો નોધાતા તંત્રમાં પણ ચિંતા દેખાઇ રહી છે. ખાસ કરીઓને શહેરના કતારગામ, અઠવા અને રાંદેર ઝોનમાં કેસોની સંખ્યા ઓછી થવાના બદલે વધી રહી છે. તે માટે પાલિકાએ ફરીથી એકશનમાં આવી અનેક પગલાઓ લેવા માંડ્યા છે. તે દરમ્યાન મંગળવારે બપોર સુધી સુરત શહેરમાં ૮૦ કેસ નોધાયા છે.
આ સાથે શહેરમાં ૧૭,૭૮૦ કેસો નોધાઇ ચુકયા છે. જયારે જીલ્લામાં કેસોની સંખ્યાઓમાં વધારો નોધાતા જીલ્લા આરોગ્ય તંત્ર પણ દોડતુ થયુ છે. બપોર સુધી અધધ ૭૦ કેસ નોધાયા છે. આ સાથે જીલ્લામાં પણ કોરોનાનો પોઝીટીવ આંક ૫,ઓ૨૪૧ કેસો નોધાયા છે. આમ સુરતમાં અત્યાર સુધી કુલ પોઝીટીવ આંક ૨૩,૦૨૧પર પહોચ્યો છે. જયારે એકનું મોત નિપજતા અત્યાર સુધી ૮૪૮ ના મોત નિપજયા છે.
આ ઉપરાંત કોરોનાને મ્હાત આપી મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઇ રહ્ના છે. અત્યાર સુધી કોરોનાને મ્હાત આપી ૧૯,૬૫૧ દર્દીઓ સાજા થઇ ઘરે પરત ફર્યા છે. આમ રીકવરી રેટ લગભગ ૮૭ થી ૮૮ ટકા થયો છે. નવા નોધાયેલા કેસોમાં સરકારી કર્મચારીઓ, કાપડના વેપારી સહિત ટેક્ષટાઈલ સાથે સંકળાયેલા કર્મચારીઓ, રત્નકલાકાર તેમજ અન્ય ધંધા વ્યવસાઈઓ સહિત અનેકના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આમ કોરોનાની સારવાર લઇ રહેલા ૮૪૦ દર્દીઓ એકટીવ છે. જયારે સિવિલમાં ૧૫૫ અને સ્મિમેરમાં ૧૧૨ દર્દીઓ સારવાર હેઠળ છે. જેથી લગભગ ૮૦ ટકા બેડો બંને હોસ્પિટલોમાં ખાલીઓ જાવા મળી રહ્ના છે.
આ ઉપરાંત પાલિકા દ્રારા એસઓપીનું પાલન ન કરનારા લોકો સામે દંડની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પાલિકાએ અત્યાર સુધી ૪૩ હજાર વ્યકિતઓ પાસેથી રૂ.૧.૮૪ કરોડ દંડ વસુલી ચુકી છે. તેમજ ૩૭,૧૫૯ લોકો હોમ કોરોન્ટાઇન હેઠળ છે.