Home /News /surat /સુરત: આજે 239 લોકો આવ્યા Coronaની ઝપેટમાં, અઠવા-રાંદેરમાં સ્થિતિ ખરાબ, જાણો - ક્યાં કેટલા કેસ

સુરત: આજે 239 લોકો આવ્યા Coronaની ઝપેટમાં, અઠવા-રાંદેરમાં સ્થિતિ ખરાબ, જાણો - ક્યાં કેટલા કેસ

થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 239 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 181 જયારે ગ્રામીણ વિસ્તારમાં 58 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 20528 પર પહોંચી છે, જયારે આજે 2 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 806 પર પહોંચ્યો છે, તેવામાં આજે 204 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 239 દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 181 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 16120 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 58 કેસ સાથે દર્દી સંખ્યા 4408 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 20528 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 2 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 806 થયો છે. જેમાંથી 195 મૃત્યુ જિલ્લાના છે અને 611 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 140 જ્યારે જિલ્લામાં આજે 63 દર્દીને રજા આપતા, કુલ 204 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 16873 જેમાં ગ્રામીય વિસ્તારના 3617 દર્દી છે.

આ પણ વાંચોસુરતમાં કરૂણ ઘટના, 7 વર્ષના બાળકની નજર સમક્ષ પિતાએ માતાની હત્યા કરી દીધી, બાળક નોંધારૂ બન્યું

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 14, વરાછા એ ઝોનમાં 12, વરાછા બી 2 13, રાંદેર ઝોન 41, કતારગામ ઝોનમાં 25, લીબાયત ઝોનમાં 11, ઉધના ઝોનમાં 17 અને અથવા ઝોનમાં 48 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહ્યુ છે, ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહીયુ છે, જેને પગલે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે
" isDesktop="true" id="1019592" >

જિલ્લામાં ક્યાં કેટલા કેસ

જિલ્લામાં ચોર્યાસીમાં 10, ઓલપાડ 6, કામરેજ 8, પલસાણા 10, બારડોલી 14, મહુવા 2, માંડવી 4, અને માંગરોળ 4 અને ઉમરપાડા 0 કેસ નોંધાતા સુરત જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
Published by:kiran mehta
First published:

Tags: Surat coroanvirus cases, Surat corona big updates, Surat corona bulletin, Surat corona deaths, Surat corona updates, Surat coronavirus deaths

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन