Home /News /surat /સુરતમાં Coronaનો આતંક વધ્યો: 24 કલાકમાં 270 કેસ, 5ના મોત, જાણો - ક્યાં કેટલા કેસ?

સુરતમાં Coronaનો આતંક વધ્યો: 24 કલાકમાં 270 કેસ, 5ના મોત, જાણો - ક્યાં કેટલા કેસ?

પ્રતિકાત્મક તસવીર

થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.

સુરતમાં કોરોનાના દર્દી સતત વધી રહ્યા છે, ત્યારે આજે વધુ 270 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં 161 જયારે ગ્રામીણ વિસ્તારમાં 109 દર્દી સાથે કુલ દર્દી સંખ્યા 25405 પર પહોંચી છે, જયારે આજે 5 લોકોના કોરોનાથી મોત સાથે મરણ આંક 884 પર પહોંચ્યો છે, તેવામાં આજે 251 દર્દી કોરોનાને માત આપીને પોતાના ઘરે પરત ફર્યા છે.

કોરોના વાઇરસને લઇને લોકડાઉનમાં છૂટછાટ આપતાની સાથે સુરતમાં સતત દર્દીની સંખ્યામાં ઉતરો ઉત્તર વધારો થઇ રહ્યો છે, આજે સુરતમાં કોરોના પોઝિટિવના નવા 270
દર્દી નોંધાયા છે જેમાં શહેર વિસ્તારમાં 161 કેસ નોઁધાયા છે, આ સાથે શહેર વિસ્તારમાં દર્દીની સંખ્યા 19218 જયારે ગ્રામ્ય વિસ્તાર આજે વધુ 109 કેસ સાથે દર્દી સંખ્યા 6187 પર પહોંચી છે.

કુલ દર્દી સંખ્યા 25405 પર પહોંચી ગઈ છે, તેવામાં આજે 5 દર્દીના કોરોનાને લઇને મોત થયા છે. મૃત્યુઆંક 884 થયો છે. જેમાંથી 229 મૃત્યુ જિલ્લાના છે અને 655 શહેર વિસ્તારના છે. આજે શહેરમાંથી 167 જ્યારે જિલ્લામાં આજે 84 દર્દીને રજા આપતા, કુલ 251 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે ગયા છે. જેથી કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા 22057 જેમાં ગ્રામ્ય વિસ્તારના 4985 દર્દી છે.

આ પણ વાંચોનોમ ચોમસ્કીએ આપી ચેતાવણી - Corona તો કઈં નથી, આ બે મોટા સંકટ આવવાના છે

ક્યા વિસ્તારમાં કેટલા કેસ?

આજે સેન્ટ્રલ ઝોન 12, વરાછા એ ઝોનમાં 14, વરાછા બી 2 12, રાંદેર ઝોન 30, કતારગામ ઝોનમાં 19, લીંબાયત ઝોનમાં 06, ઉધના ઝોનમાં 10 અને અથવા ઝોનમાં 58 કેસ નોંધાયા.

જોકે ગતરોજ કતારગામ ઝોનમાં અને વરાછા ઝોનમાં સક્ર્મણ પરમાણુ ઘટી રહીયુ છે ત્યારે રાંદેર અને અઠવા ઝોનમાં સતત વધી રહ્યું છે ત્યારે તંત્રની ચિંતા પણ સતત વધી રહી છે. અહીંયા કોરોનાગાઈડઇન પાલન નથી થતું તેવું લાગી રહ્યુ છે, તંત્ર દ્વારા ટિમો બનાવી માસ્ક અને સોશિયલ ડિસ્ટનના ભંગ બદલ દંડની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

જિલ્લામાં ક્યાં કેટલા કેસ

જિલ્લામાં ચોર્યાસી 17, ઓલપાડ 17, કામરેજ 28, પલસાણા 11, બારડોલી 17, મહુવા 7, માંડવી 4, અને માંગરોળ 8, અને ઉમરપાડા 0 કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થઇ ગયું છે. થોડા દિવસ પહેલા આજ રીતે કેસ વધુ આવ્યા બાદ નિયત્રંણ હતું, પણ આજે ફરી એકવાર કેસ વધતા તંત્રની ચિંતા વધી છે.
First published:

Tags: Surat coroanvirus cases, Surat corona big updates, Surat corona cases, Surat corona deaths, Surat coronavirus updates