Home /News /surat /સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલા પર કર્યા અંગત આક્ષેપ

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રુપાલા પર કર્યા અંગત આક્ષેપ

સુરત શહેર કોંગ્રેસ પ્રમુખે પુરુષોત્તમ રુપાલા પર કર્યા અંગત આક્ષેપ

બાબુ રાયકાએ પુરુષોત્તમ રૂપાલાને ટાર્ગેટ કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વિવાદિત નિવેદન આપ્યું હતું

  પ્રજ્ઞેશ વ્યાસ, સુરત: ચૂંટણીની મોસમ ચાલી રહી છે અને રાજકીય પાર્ટીઓ દ્વારા એકબીજા પર પ્રહારો કરવામાં આવી રહ્યાં છે. સુરતના પુણામાં યુથ કોંગ્રેસ દ્વારા એક સંમેલન યોજાયું હતું. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકાએ બેફામ પ્રહારો કર્યા હતા. બાબુ રાયકાએ કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ટાર્ગેટ કરી અભદ્ર ભાષાનો પ્રયોગ કરી વિવાદિત નિવેદન આપ્યું હતું. બીજી તરફ, કેન્દ્રીય મંત્રી પુરુસોત્તમ રુપાલાએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી બાબુ રાયકાના નિવેદનનો છેદ ઉડાડી કોઈપણ પ્રકારની સ્પષ્ટતા કરવાની ના પાડી દીધી હતી.

  ગઇકાલે કેન્દ્રીય મંત્રી પુરુષોતમ રૂપાલાએ પાટીદાર ગઢ વરાછામાં સુરતના ભાજપના ઉમેદવાર માટે કાર્યાલય ખુલ્લુ મુકવાની સાથે જાહેર સભા સંબોધી હતી. જેમાં રૂપાલાએ કોગ્રેસ પર પ્રહારો કરવાની સાથે સુરત શહેર કોગ્રેસ પ્રમુખ દ્રારા કરવામાં આવેલા બેફામ નિવેદનનો જવાબ પણ તેમની ભાષામાં આપ્યો હતો.

  બાબુ રાયકાના વિવાદીત નિવેદન અંગે સુરત આવેલા રૂપાલાએ જણાવ્યું હતું કે, મારા પર જે અંગત આક્ષેપ કર્યો હતો એ એને મુબારક, એની સ્પષ્ટતા પણ હું કરવા માંગતો નથી.

  આ પણ વાંચો: જનતા નરેન્દ્રભાઇ મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા તૈયાર બેઠી છે : અમિત શાહ

  ઉલ્લેખનીય છે કે, સુરતમાં સભા સંબોધતાં રૂપાલાએ કોગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમજ ભાજપના ઉમેદવારને જીતાડી ફરી એક વખત મોદીને વડાપ્રધાન બનાવવા માટે આહવાન કર્યું હતું.
  Published by:Azhar Patangwala
  First published:

  Tags: Gujarat Lok sabha election 2019, Lok sabha election 2019, આરોપ

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन