સુરત: શહેરના કાપડ બજારની હાલત દિવસેને દિવસે બગડી રહી છે. કારણ કે, આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે તેને લઈને વેપારીઓ ઓર્ડર તો આપી રહ્યા છે પણ જે રીતે સુરતમાં યાર્નનો ભાવ વધવાને લઈને વિવર્સોએ કપડાનો ભાવ વધાર્યો છે. ત્યારે નવા ભાવથી આવેલું કપડું ખરીદવા તૈયાર નથી. જેને કારણે સુરતના કાપડ બજારના વેપારીઓને તેજી સામે બેકાર બેસવાનો વારો આવ્યો છે.
સુરતનો રીંગરોડ કાપડ માર્કેટ દુનિયામાં જાણીતી છે દેશભરમાં કાપડ અહીંયાથી જતું હોય છે અને તેમાં પણ આગામી દિવસોમાં તહેવાર છે ત્યારે સુરત કાપડ બજારની રોનક જ કઈ અલગ જોવા મળતી હોય છે. પણ હાલ સુરત કાપડ બજારની રોનકમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બહારથી ઓર્ડરો આવવાના શરૂ થઈ ગયા છે પણ કાપડ બજારના વેપારીઓ કાપડની ખરીદી કરવાનું બંધ કરી દીધું છે. કારણ કે, કાપડનું યાન મોંઘું થયું છે જેને કારણે વિવર્ષો એ કાપડનો ભાવ વધારી દીધો છે. વેપારીઓ ઓર્ડર તો આપી રહ્યા છે પણ જુના ભાવે માલ માંગી રહ્યા છે.
સુરત કાપડ બજારના વેપારી માલ ખરીદી કરી અને તેની પ્રોસેસ કરવામાં એકથી દોઢ મહિનાનો સમય લાગે છે. જોકે, માલ તૈયાર થયા બાદ વેપારીઓ માલ નહીં લે અને જુના ભાવે માલ માંગી રહ્યા છે. તે દહેશત વચ્ચે સુરત કાપડ બજારના વેપારીઓ પણ ગ્રે કાપડની ખરીદી કરી રહ્યા નથી. જેને લઈને એક બાજુ તહેવારોને લઈને ઓર્ડર આવતા તેજી છે. ત્યારે બીજી બાજુ ભાવને લઈને સુરત કાપડ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
" isDesktop="true" id="1241936" >
આમ તો સિઝનમાં 16 હજાર કરોડ કરતાં વધારેનો વેપાર થતો હોય છે. પણ આ વર્ષે કદાચ 10 હજાર કરોડનો વેપાર થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. કારણ કે, યાર્નના ભાવને લઈને કાપડ ઉદ્યોગની હાલત બેહાલ બની છે. દરરોજના સુરતથી 400 ટ્રક દેશના અલગ અલગ રાજ્યોમાં જતા હતા. તેની જગ્યાએ હવે માત્ર 100 જઇ રહ્યા છે. જોકે આગામી દિવસમાં તહેવારોને ધ્યાનમાં રાખી વેપારીઓ જે પ્રકારે તૈયારી કરવી જોઈએ તેવી તૈયારી કરતા નથી. તેને લઈને સુરત કાપડ બજારમાં મંદીનું મોજુ ફરી વળ્યું છે. તમામ વેપારીઓ પોતાની દુકાને માત્ર આવે છે અને બેસીને ભાવ ઘટે તેની રાહ જોઈ રહ્યા છે. આ વર્ષે કદાચ કહી શકાય કાપડ ઉદ્યોગની હાલત બેહાલ બની છે. તેવું કહેવામાં કોઈ બે મત નથી .