Home /News /surat /સુરત સીટી હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી, સિંગ પરિવારે સ્વજનના ઓર્ગન ડોનેટ કર્યા

સુરત સીટી હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી, સિંગ પરિવારે સ્વજનના ઓર્ગન ડોનેટ કર્યા

સુરત સીટી હવે ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી

Organ Donor City Surat: સુરતમાં રહેતા મૂળ બિહારના સિંગ પરિવારે તેમના સ્વજનની બે કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષી છે. તેમની મદદ કરી તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે. હર્ષ સંઘવીએ અંગદાતા પરિવારજનોની મુલાકાત લઇને આભારની લાગણી વ્યકત કરીને સાંત્વના પાઠવી હતી.

વધુ જુઓ ...
સુરત: સુરતમાં રહેતા મૂળ બિહારના સિંગ પરિવારે તેમના સ્વજનની બે કિડની અને લિવરનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવી જિંદગી બક્ષી છે. તેમની મદદ કરી તેમણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.તારીખ 20મી ઓક્ટોમ્બરના રોજ સુરત ખાતે રહેતા અને મુળ બિહારના વતની ધર્મેન્દ્રસિંગ કામ અર્થે જતા હતા ત્યારે ટ્રકની ટક્કર વાગવાથી માથાના ભાગે ગંભીર ઈજા થતા તત્કાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામા આવ્યા હતા.

ન્યુરો સર્જનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું


ઉલ્લેખનીય છે કે, તેમનું ન્યુરો સર્જનની ટીમ દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતુ અને બે દિવસની સઘન સારવાર કરવા છતા પણ ગતરોજ તારીખ 22મીના રાત્રે ડોકટરોની ટીમ દ્વારા ધમેન્દ્રસિંગને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડૉ.ગણેશ ગોવેકર, મેડીકલ કોલેજના ડીન ડૉ.ઋતુબરા મહેતા તથા ડૉ. નિલેશ, ડૉ.નિમેશ વર્મા,RMO ડૉ.કેતન નાયક, ડૉ.પારૂલ વડગામા, ડૉ.નિલેશ કાછડિયા, ડૉ.પરેશ ઝાંઝમેરાએ તેમના પરિવારજનોને ઓર્ગન ડોનેટ અંગેની જાણકારી આપી હતી.

આ પણ વાંચો: સુષ્મિતા અને રોહમન શાલ એક સાથે જોવા મળ્યા, એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા

ઓર્ગન ડોનેટ કરવાની પરિવારજનોએ સંમતી આપી


તેમના પરિવારમાં ત્રણ દિકરા તથા એક દીકરીને ઓર્ગન ડોનેટની જાણકારી આપી અને તેમના પિતાના અંગોથી અન્ય લોકોને નવી જીંદગી આપી શકાય છે. આ અંગોથી તેમના પિતા અન્ય વ્યક્તિમાં જીવીત રહેશે તેવી માહિતી આપતા પરિવારજનોએ સંમતી આપી અને આજરોજ સવારે અમદાવાદની IKDRCની ટીમ સુરત આવીને બે કીડની અને એક લિવરનુ દાન સ્વીકાર્યું હતું.અને અમદાવાદ ખાતે ત્રણ વ્યક્તિઓમાં સફળ ટ્રાન્સપ્લાન્ટ કરીને તેમના જીવનમાં નવો ઉજાસ પાથર્યો હતો.

હર્ષ સંઘવીએ ઋણ અદા કરવા બદલ આભારની લાગણી


સવારે આ ઘટનાની જાણ થતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સિવિલ ખાતે આવીને અંગદાતા પરિવારજનોની મુલાકાત લઇને સમાજ પ્રત્યે ઋણ અદા કરવા બદલ આભારની લાગણી વ્યકત કરીને સાંત્વના પાઠવી હતી. સાથે જ ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડિવાલા તથા અન્ય સિવિલના ડોકટરો ઉપસ્થિત રહ્યા હતા. દિપાવલીના પાવન અવસરની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલના સફળ પ્રયાસોના પરિણામે ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. ટેક્ષટાઇલ અને ડાયમંડ સીટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સીટી તરીકે ખ્યાતી પામી રહ્યું છે.
Published by:Vimal Prajapati
First published:

Tags: Donate, Gujarat surat, અંગદાન, ગુજરાત, દાન

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन