Home /News /surat /સુરતમાં ભગવાન પણ અસુરક્ષિત, 400 વર્ષ જૂનાં દેરાસર થઇ આભૂષણની ચોરી
સુરતમાં ભગવાન પણ અસુરક્ષિત, 400 વર્ષ જૂનાં દેરાસર થઇ આભૂષણની ચોરી
સુરતનાં દેરાસરમાં થઇ 400 વર્ષ જુના આભુષણોની ચોરી
Surat Crime News: સુરતમાં ગુનાખોરીમાં લોકો સાથે હવે ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા કારણ કે સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોપીપુરાના જૈન દેરાસર મંદિરમાં 400 વર્ષ જૂના ભગવાનના આભૂષણોની ચોરીની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તાર અને જૈન સમાજમાં હાહાકાર મચી ગયો છે.
સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ જે રીતે વધી રહ્યો છે તેનાથી સામાન્ય વ્યક્તિ હેરાન પરેશાન સાથે ભયભીત છે ત્યારે આ સામાજિક તત્વો અને ગુનેગારોથી ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા સુરતમાં આવેલા જૈન દેરાસરમાં 400 વર્ષ જૂના ભગવાનનાં આભૂષણોની ચોરીની ઘટના સામે આવી છે કે ચોરી કરવા આવેલા બન્ને ચોર સીસીટીવીમાં (CCTV Footage) કેદ થવા પામ્યા હતા આભૂષણોની ચોરીને લઈને જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે અને પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા કર્યા છે
સુરત છેલ્લા કેટલાક દિવસોથી ક્રાઇમની વધેલી ઘટનાઓને કારણે દેશ દુનિયામાં વગોવાઇ રહ્યું છે. નાની બાળકીઓ સાથે બળાત્કાર લૂંટ અને અત્યારે ઘટનાઓનો સીલસીલો જે રીતે ચાલી રહ્યો છે તેને લઈને સુરતમાં રહેતા લોકો પોતાની જાતને સુરક્ષિત નથી સમજી રહ્યા અને જેવી ઘટનાઓ બની રહી છે તેને લઈને સુરતની સૂરત ખરાબ થઇ રહી છે ત્યારે વધુ એક એવી ઘટના સામે આવી છે જેને લઇને લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે
સુરતમાં ગુનાખોરીમાં લોકો સાથે હવે ભગવાન પણ સુરક્ષિત નથી રહ્યા કારણ કે સુરતના અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગોપીપુરાના જૈન દેરાસર મંદિરમાં 400 વર્ષ જૂના ભગવાનના આભૂષણોની ચોરીની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તાર અને જૈન સમાજમાં હાહાકાર મચી ગયો છે. ભગવાનના આટલા જુના આભૂષણોની ચોરી ને લઈને જૈન સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે
બે ઈસમો દેરાસરમાં પ્રવેશ કરી ભગવાનના ભુલશોની ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા ઘટનાની જાણ થતાં દેરાસરના આગેવાનોએ પોલીસને આ મામલે ફરિયાદ નોંધાવી હતી અને પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી. જે બાદ આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે પણ જે રીતે શહેરમાં કાયદાની પરિસ્થિતિ લગાડી છે ત્યારે લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉભા કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, સુરત શહેરમાં લોકો તો સુરક્ષિત નહતાં હવે તો અહીં ભગવાન પણ સુરક્ષિત નથી.