Home /News /surat /સુરતની લાલબત્તી સમાન ઘટના: રમતાં-રમતાં પહેલા માળેથી પટકાતા બાળકનું મોત

સુરતની લાલબત્તી સમાન ઘટના: રમતાં-રમતાં પહેલા માળેથી પટકાતા બાળકનું મોત

બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી (પ્રતિકાત્મક તસવીર)

સુરતના પલસાણામાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક પટકાતા મોત, રમતાં-રમતાં બાળક નીચે પટકાયો હતો. બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.

સુરત: શહેરમાં વધુ એક વખત ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક પટકાતાં મોત નિપજ્યું હોવાની ઘટના બની છે. બાળક રમતાં-રમતાં પહેલા માળેથી નીચે પટકાયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આવામાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે. બાળક ઘરમાં રમી રહ્યો હોય ત્યારે આવી દુર્ઘટના ટાળવા ખાસ ધ્યાન રાખવું જોઇએ.

રમતાં-રમતાં બાળક નીચે પટકાયો

મળતી માહિતી અનુસાર, સુરતના પલસાણા વિસ્તારમાં પહેલા માળેથી 2 વર્ષીય બાળક પટકાયો હતો. મહાદેવ સોસાયટીમાં પહેલા માળે બાળક રમતું હતું, ત્યારે તે અચાનક જ નીચે પટકાયો હતો. બાળક રમતાં-રમતાં નીચે પટકાયો હતો. જેના લીધે બાળકને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે પરિવારજનો અને આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને બાળકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ બાળકનું મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે પરિવાર ભારે શોકમાં ગરકાવ થઇ ગયો છે.

આ પણ વાંચો: 1 હજાર રૂપિયાની મેચની ટિકિટ 2900 રૂપિયામાં વેચવા ફરતા શખ્સનો પર્દાફાશ

અગાઉ પણ બની હતી આવી ઘટના

નોંધનીય છે કે, લગભગ બે મહિના અગાઉ સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત થયું હતું. દાદી સાથે તડકામાં બેસાડેલો પૌત્ર પડી જતા મોત નિપજ્યું હતું. સરથાણા ખાતે યોગેશ્વર નગર સોસાયટીમાં આ કરુણ ઘટના બની હતી. બાળક રમતા રમતા પટકાતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. પુત્રના અકાળે મોતથી પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયો હતો.
First published:

Tags: Gujarat News, Surat news