Home /News /surat /સુરત: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો, 5માં માળેથી પટકાતા બાળકનું મોત

સુરત: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો, 5માં માળેથી પટકાતા બાળકનું મોત

5માં માળેથી પટકાતા બાળકનું મોત

Surat News: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો. 5માં માળેથી પટકાતા બાળકનું મોત. એક ધાબેથી બીજા ધાબે જતો બાળક નીચે પટકાયો હતો.

    સુરત: પતંગ રસિકો માટે ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. ઉત્તરાયણના તહેવાર સામે અનેક દુર્ઘટનાઓ પણ સામે આવી રહી છે. સુરત શહેરમાં આવી જ એક ઘટના સામે આવી છે. જ્યાં 5માં માળેથી પટકાતા બાળકનું મોત નિપજ્યું છે. એક ધાબા પરથી બીજા ધાબા પર જતાં બાળક નીચે પટકાયો હતો. ઘટનાને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

    5માં માળેથી પટકાતા બાળકનું મોત

    મળતી માહિતી અનુસાર, આ ઘટના સુરતના વાંકાનેડા ગામના શિવ શક્તિ કોમ્પ્લેક્ષની છે. જ્યાં પાંચમા માળા પરથી બાળક પટકાયો હતો. તે એક ધાબા પરથી બીજા ધાબા પર જવાનો પ્રયાસ કરી રહ્યો હતો, તે સમયે જ બાળક નીચે પટકાયો હતો. પતંગ ચગાવવા એક ધાબેથી બીજા ધાબે જતી વખતે 5માં માળેથી પટકાતા 12 વર્ષીય બાળકનું મોત નિપજ્યું છે.

    આ પણ વાંચો: છેલ્લી ઘડીએ ઉત્તરાયણની ખરીદી માટે જતા લોકોને લાગ્યો ઝાટકો

    પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું

    આ ઘટનામાં બાળકનું મોત નિપજતાં પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. જ્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે, ઉત્તરાયણ નજીક આવતાં અનેક દુર્ઘટનાઓના સમાચાર સામે આવી રહ્યા છે. અગાઉ પણ ધાબા પરથી બાળક પટકાતા મોત નિપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી ચૂકી છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ વાલીઓ માટે લાલબત્તી સમાન છે. પતંગ ચગાવવાની મજામાં કોઇ મોટી દુર્ઘટના ન ઘટે તેનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. સાથે જ ગળામાં દોરી આવી જતાં અનેક અકસ્માતો સર્જાઇ રહ્યા છે. આવામાં વાહન ચલાવતી વખતે પણ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Surat news, Uttarayan

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन