Home /News /surat /સુરત : CGSTના સુપ્રિટેન્ડન્ટ સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા, વેપારી પાસે આ કારણે માંગી હતી લાંચ
સુરત : CGSTના સુપ્રિટેન્ડન્ટ સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા, વેપારી પાસે આ કારણે માંગી હતી લાંચ
સુરતમાં CGSTના સુપ્રિટેન્ડન્ટ સહિત ત્રણ લાંચ લેતા ઝડપાયા
Surat bribe : ફરિયાદી કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલી દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. લાંચના રૂપિયા લેવા જતા જ સી જીએસટીના સુપ્રિટેન્ડન્ડ જસ્ટીન કાંતિલાલ માસ્ટર, ઇન્સ્પેક્ટર આશીષ રણવીર સિંહ ગેહલોત અને એક ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યા હતા
Surat bribe : યાર્નનો વેપાર કરતા વેપારીની ફરિયાદના આધારે એસીબીએ (Surat ACB) છટકું ગોઠવીને CGST અને સેન્ટ્રલ એકસાઇઝ નાનપુરા સુરત ખાતે ફરજ બજાવતા સુપ્રિટેન્ડેન્ટ અને ઇન્સ્પેક્ટર સહિત ત્રણને 15 હજારની લાંચ લેતા (Bribe) પકડી પાડ્યા હતા. યાર્નના વેપારીને ધંધો શંકાસ્પદ હોવાનું કહીં સી જીએસટી (CGST Officer)ના અધિકારીઓ દ્વારા રૂપિયા 20 હજારની લાંચ માંગી હતી.
સુરતમાં રહેતા ફરિયાદી કામરેજ તાલુકાના પાસોદરા ગામે આવેલી દુકાનમાં અન્ય ભાગીદારો સાથે ભાગીદારી પેઢી બનાવી યાર્નનો વેપાર કરે છે. આ ભાગીદારી પેઢીમાં સેન્ટ્રલ જીએસટી વિભાગના અધિકારીઓ સુપ્રિટેન્ડન્ટ જસ્ટિન માસ્ટર તેમજ ઇસ્પેક્ટર આશિષ ગેહલાવત દુકાનની વિઝિટ માટે ગયા હતા અને દસ્તાવેજી પુરાવા માગ્યા હતા.બંને CGSTના અધિકારીઓએ ફરિયાદીની ભાગીદારી પેઢીમાં કોઈ ડિસ્પ્લે કે બેનર લગાવેલ નથી. તેમજ ફરિયાદીના ધંધા અંગે રજુ કરેલ પુરાવાઓને ધ્યાનમાં લઇ ફરિયાદી અત્યાર સુધી 38 લાખનો ધંધો કર્યો છે .પરંતુ ધંધાના પુરાવા દુકાનમાં દેખાતા નથી અને ધંધો શંકાસ્પદ હોવાનું ફરિયાદીને જણાવી કાયદેસરની કાર્યવાહી કરવાનું કહી પેનલ્ટીની વાત કરી હતી.
પ્રથમ 20000 રૂપિયાની લાંચની માગણી કરી હતી અને ત્યારબાદ ફરિયાદીના ભાઈના સીએની ઓફિસમાં વેરીફીકેશન અંગેના પંચનામાની કાર્યવાહી કરવા બંને આરોપીએ રકઝકના અંતે ફરિયાદી પાસે 15 હજારની માગણી કરી હતી. આ રૂપિયા સ્વિકારવા જતા સી જીએસટીના સુપ્રિટેન્ડન્ડ જસ્ટીન કાંતિલાલ માસ્ટર, ઇન્સ્પેક્ટર આશીષ રણવીર સિંહ ગેહલોત અને એક ખાનગી વ્યક્તિને ઝડપી પાડ્યા હતા.
આ ઘટના બાદ ત્રણેય આરોપીની અટકાયત કરવામાં આવી હતી. હાલ એસીબી દ્વારા આ ત્રણેય આરોપીઓની પુછપરછ કરવામાં આવી રહી છે. સુરત એસીબી એકમ દ્વારા છેલ્લા લાંબા સમયથી સરકારી બાબુઓ લાંચ માંગવાના કિસ્સા માં અનેક અધિકારી અને કર્મચારીઓ જેલ હવાલે કરવામાં આવ્યા છે આ સાથે લાંચ લેતા પકડાયેલા અધિકારી અને કર્મચારીઓની અપ્રમાણસર મિલકતની તપાસ પણ કરવામાં આવી છે ત્યારે આ કિસ્સામાં પણ આજ પ્રકારની કાર્યવાાહી કરવામાં આવી રહી છે