Home /News /surat /સુરત: અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થતાં ભાજપ ધુંઆપૂંઆ, કરાઇ હકાલપટ્ટી

સુરત: અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થતાં ભાજપ ધુંઆપૂંઆ, કરાઇ હકાલપટ્ટી

સુમુલના ડાયરેક્ટર અજિત પટેલનો કથિત વીડિયો વાયરલ થયો હતો.

Surat Ajit Patel video viral: બીભત્સ વીડિયોને લઈ ભાજપની છબી ખરડાતા અજિત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાથમિક અને સક્રીય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

    સુરત: ભાજપના રાજકીય અને સહકારી અગ્રણી અજિત પટેલનો મહિલા સાથેનો બીભત્સ વીડિયો વાયરલ થયા બાદ હાહાકાર મચી ગયો હતો. બે દિવસ પહેલા અજિત પટેલનો મહિલા સાથેનો કથિત વીડિયો વાયરલ થયો હતો. બારડોલી તાલુકા પંચાયતના સાશક પક્ષના નેતા અને સુમુલ ડેરીના ડાયરેક્ટરનો વીડિયો વાયરલ થતાં રાજકીય માહોલ ગરમાયો હતો. મહિલાને બાહુપાશમાં લઈને એકબીજાને ચુંબન કરતો વીડિયો વાયરલ થયો હતો. જેને પગલે ખરવાસા ગામમાં બેઠક કરી અજિત પટેલને ગામની સમિતિ તેમજ મંડળમાંથી રાજીનામુ આપવા જણાવાયું છે. બીભત્સ વીડિયોને લઈ ભાજપની છબી ખરડાતા અજિત પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા પ્રાથમિક અને સક્રીય પદ પરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ મામલે આવતી કાલે સુરત જિલ્લા કોંગ્રેસ મહિલા મોરચો પણ મેદાને ઉતરશે. બારડોલી પ્રાંત અધિકારીને અજિત પટેલના બિભત્સ વીડિયોને લઈને આવેદન પત્ર આપશે.


    ભાજપના અગ્રણી અને સુમુલ ડેરીનાં ડાયરેક્ટર અજીત પટેલનો કથિત મહિલા સાથે રંગરેલીયા માનવતો વીડિયો વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થતાં હાહાકાર મચી જવા પામી છે. બીભસ્ત વીડિયો વાયરલ થતાં ભાજપ અને દૂધ મંડળીના હોદેદારો ચોંકી ગયા હતા. સુમુલ ડેરીમાં ખરવાસા દૂધ મંડળીનું પ્રતિનિધિત્વ કરનાર અજીત પટેલની કથિત મહિલા સાથેની રંગરેલીયા કેમેરામાં કેદ થઈ જતાં ભારે ચકચાર મચી જવા પામી હતી.

    આ પણ વાંચો: સુરતના માંડવી તાલુકાનું 'ચૂડેલ' બન્યું ચંદનપુર!

    ભાજપ અગ્રણી અને તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતાની જવાબદારી નિભાવતા અજીત પટેલ એક ઘરમાં મહિલા સાથે બીભસ્ત હરકત કરતાં હોય એવો આ વાયરલ વીડિયો જિલ્લા ભાજપ અને સહકાર ગ્રુપ એમ બે વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થયો હતો. જેમાં મહિલા અને અજિત પટેલ સ્પષ્ટ રીતે દેખાય રહ્યા હતા અને સભ્ય સમાજમાં સ્વીકારી ન શકાય એવી હરકતો કરતાં નજરે ચઢ્યા હતા. પાપલીલાના આ દ્રશ્યો જોઈને કોઈપણ વ્યક્તિનું માથું શર્મથી ઝૂકી જાય એવી હરકત કરતાં અજીત પટેલ સામે પગલા ભરવામાં આવ્યા છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Gujarat News, Surat news, Surat viral video

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन