Home /News /surat /સુરત: ભાજપના નેતાઓની દારૂ પાર્ટી, મહેફિલનો વીડિયો થયો વાયરલ

સુરત: ભાજપના નેતાઓની દારૂ પાર્ટી, મહેફિલનો વીડિયો થયો વાયરલ

ભાજપના બન્ને નેતાઓ દારૂના ગ્લાસ સાથે જોવા મળી રહ્યા છે

સુરતના વોર્ડ નંબર 16 પુણાના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરિયા સાથે મળીને દારૂની મહેફિલ માણી

સુરત: રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે, ત્યારે એક પછી એક સામે આવતી દારૂની મહેફિલો (liquor party) ચર્ચાનો વિષય બની રહી છે. હવે સુરતના ભાજપના નેતા (BJP leader)ની દારૂ મહેફિલનો વીડિયો વાયરલ (Video Viral) થયો છે. વીડિયોમાં ભાજપના બન્ને નેતાઓ દારૂના ગ્લાસ સાથે જોવા મળી રહ્યા છે. હાલ આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે. દારૂની મહેફિલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, ન્યૂઝ18 ગુજરાતી વીડિયોની પુષ્ટી કરતું નથી.

રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીને કડક બનાવવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે ભાજપના જ નેતાઓની દારૂની મહેફિલ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતના વોર્ડ નંબર 16 પુણાના વોર્ડ પ્રમુખ જયસુખ ઠુમ્મર અને બક્ષીપંચ મોરચાના મહામંત્રી શાંતિલાલ સુતરિયા સાથે મળીને દારૂની મહેફિલ માણી રહ્યા છે. કોઈ ઓફિસ જેવી જગ્યાએ બંને મહેફિલમાં બેઠા હતા. આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.



આ પણ વાંચો: મામાએ ભાણી સાથે જળજબરીપૂર્વક બાંધ્યા શારીરિક સંબંધ, સગીરા ગર્ભવતી થતાં ભાંડો ફૂટ્યો

મહેફિલમાંથી જ કોઇએ વીડિયો બનાવ્યો હોય તેવું લાગી રહ્યું છે. વીડિયોમાં બન્નેના હાથમાં દારૂના ગ્લાસ જોવા મળી રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. વીડિયો પરથી લાગે છે કે મહેફિલમાં અન્ય એક-બે વ્યક્તિ પણ હોઇ શકે છે. જોકે, હાલ આ વીડિયો ચર્ચાનો વિષય બન્યો છે.

અગાઉ બુધવારે રાજકોટમાં પણ એવી જ એક દારૂની મહેફિલ જોયાઇ હતી. રાજકોટના રણછોડનગરમાં દારૂના જામ છલકાવી મહેફિલ યોજાઈ હતી. આ પાર્ટીમાં પોલીસ કોન્સ્ટેબલ વિરાભાઈ ચાવડા, રાજકોટ દૂધ ડેરીના એક નિવૃત્ત વ્યક્તિ હરભમભાઈ લોખીલ, ટ્રકના વ્યવસાય સાથે જોડાયેલા જેન્તીભાઈ લોખીલ, મંડપ સર્વિસનું કામ કરતા જગદીશ પટેલ, પંકજ ડાંગર સહિત 14 લોકો પાર્ટીમાં હતા. જેમાંથી હજુ માત્ર 6 શખ્સો જ પોલીસના હાથમાં આવ્યા છે. પોલીસે આ મામલે હજુ સુધી કોઈ ગુનો દાખલ કર્યો નથી.
First published:

Tags: Alcohol party, Gujarat News, Surat viral video