Home /News /surat /લવ જેહાદનું ભૂત ધુણ્યું! વિધર્મી યુવકનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- મે ત્રણ યુવતીને ફસાવી

લવ જેહાદનું ભૂત ધુણ્યું! વિધર્મી યુવકનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- મે ત્રણ યુવતીને ફસાવી

વિધર્મી યુવકનો ચોંકાવનારો ખુલાસો

Love Jihad Surat: સુરતમાં થયેલા લવ જેહાદ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના વિધર્મી યુવાને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિધર્મી યુવકે કહ્યું કે, મે ત્રણ યુવતીઓને ફસાવી છે.

    સુરત: ગુજરાતમાં ફરી એકવાર લવ જેહાદનું ભૂત ધણધણ્યું છે. ગુજરાતમાં દિવસે દિવસે લવ જેહાદના બનાવો બધી રહ્યા છે. ત્યારે સુરતમાં થયેલા લવ જેહાદ મામલે એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના વિધર્મી યુવાને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિધર્મી યુવકે કહ્યું કે, મે ત્રણ યુવતીઓને ફસાવી છે. આ ખુલાસો કરતી વખતે તેના ચહેરા પર જરા પણ અફસોસ દેખાયો નહોતો. સુરતની કોલેજમાં લવ જેહાદ પ્રકરણમાં ચોંકાવનારા ખુલાસા થયા છે અને મોટી વગત બહાર આવી છે.

    ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત


    આ મામલે વિધર્મી યુવક એક વીડિયોમાં ત્રણ યુવતીને ફસાવી હોવાની કબૂલાત કરતા ખળભળાટ મચી ગયો છે. પ્રેમજાળમાં કેટલી હિન્દુ યુવતીઓને ફસાવી તેનો યુવકે બિન્દાસ ખુલાસો કરી નાખ્યો છે. લવ જેહાદની કબૂલલાત કરતા યુવાનના ચહેરા પર જરા પણ ખૌફ જોવા નહોતો મળ્યો. વિધર્મી યુવકને પોતાના કૃત્યની કોઈ શરમ પણ નહોતી. જાણે પોતે મોટું તીર માર્યું હોય તે રીતે ધડાધડા હિન્દુ યુવતીઓનો ફસાવી હોવાની કબૂલાત કરી રહ્યો છે.

     આ પણ વાંચો: શું પદ્મવત ફિલ્મના વિરોધ સમયે થયેલા કેસો પાછા ખેંચાશે? 

    વિધર્મી યુવક યુવતીઓને ફસાવી હોટલમાં લઈ જતો


    આ યુવાને ખુદ પોતાના જ મુખેથી ત્રણ યુવતીને ફસાવ્યાની વાતની કબૂલાત કરી છે. એટલું જ નહીં આ વિધર્મી યુવક યુવતીઓને ફસાવી હોટલમાં લઈ જતો હતો. પ્રેમ જાળ ફસાવી બિભત્સ વીડિયો બનાવી બ્લેકમેલ પણ કરતો હતો. મહત્વનું છે કે, સુરતના વેસુ વિસ્તારમાં આવેલી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના સીસીટીવી સામે આવ્યા હતા. વિધર્મી યુવકો યુવતી પીછો કરી સંપર્ક વધારી હેરાન કરતો હોવાની ફરિયાદ મળતા VHPના કાર્યકર્તાઓ દ્વારા વિધર્મીઓને માર માર્યો હતો.



    આ પણ વાંચો: બનાસકાંઠાથી લઈને આણંદની મહિલાઓનો દૂધ ઉદ્યોગથી લઈને રાજકારણમાં હસ્તક્ષેપ

    ત્રણ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી


    આ ઘટના બાદ વિધર્મી યુવકનો કબૂલાતનો વીડિયો સામે આવ્યો છે. વિધર્મી યુવક પોતાના મુખેથી જ કબૂલાત કરી રહ્યો છે કે તેણે ત્રણ યુવતીઓને પોતાની પ્રેમ જાળમાં ફસાવી છે. આ વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે તેની લોકો માંગ કરી રહ્યા છે.
    Published by:Vimal Prajapati
    First published:

    Tags: Gujarat Love Jihad, Love Jihad, Love jihad latest news, Surat news

    विज्ञापन
    विज्ञापन