Home /News /surat /Maharashtra Crisis: સુરત ખાતેની એક તસવીરે મહારાષ્ટ્રની રાજનીતિની 'સુરત' બદલી નાંખી

Maharashtra Crisis: સુરત ખાતેની એક તસવીરે મહારાષ્ટ્રની રાજનીતિની 'સુરત' બદલી નાંખી

સુરત ખાતે 40 ધારાસભ્યો એકત્રિત થયા બાદ મોડી રાત્રે હોટલમાં જ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી.

સુરત ખાતે 40 ધારાસભ્યો એકત્રિત થયા બાદ મોડી રાત્રે હોટલમાં જ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યપાલને પત્ર લખવા માટે એજન્ડા તૈયાર કરવામાં આવ્યું અને તમામ ધારાસભ્યોએ તેમાં સહી કરી ત્યાર બાદ મહારાષ્ટ્રથી દૂર આ તમામ ધારાસભ્યોને સુરક્ષિત મોકલવા અસમના ગોહાટીની પસંદગી કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
દેશમાં વર્તમાન સમયમાં સૌ કોઈની નજર મહારાષ્ટ્ર સરકાર (Maharashtra Government Crisis) પર લાગેલી છે. ઉદ્ધવ સરકારમાંથી એકનાથ સિંદે (Eknath Shinde) બળવો કરી તેમના સમર્થક ધારાસભ્યો (Maharashtra MLA) સાથે સુરત (Surat) ખાતે આવી ગયા અને મહારાષ્ટ્રની રાજનીતિ (Politics of Maharashtra)માં ભૂકંપનું એપિસેન્ટર સુરત (Surat) બની ગયું હતું. સુરત ખાતે 20 જૂનના રોજ રાત્રિના 10 વાગ્યા પછી એક પછી એક શિવસેનાના ધારાસભ્ય (ShivSena MLA) આવવા લાગ્યા. 21 જૂન સુધીમાં શિવસેના (ShivSena)નાં 33 ધારાસભ્યો સુરત ખાતે પહોંચી ગયા હતા તો અપક્ષના સાત ધારાસભ્યો પર સુરત ખાતે પહોંચી ગયા હતા. આ સાથે જ સુરત શહેર એ મહારાષ્ટ્ર રાજનીતિની સુરત બદલી નાખી હતી.

જો સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં શિવસેના એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન સરકારને તોડવાનો તખ્તો 4 મહિના પહેલા ઘડાઈ ગયો હતો. દેવેન્દ્ર ફડણવીસ છેલ્લા ચાર મહિનાથી એકનાથ શિંદે સાથે આ માસ્ટર પ્લાનને અંજામ આપવા કામ કરી રહ્યા હતા. જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર હતી ત્યારે શિવસેના તરફથી એકનાથ શિંદે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ડીલ કરતા હતા. તે જ કારણોસર દેવેન્દ્ર ફડનવીસ અને એકનાથ શિંદે વચ્ચે સારી કેમિસ્ટ્રી જોવા મળતી હતી.

જ્યારે મહારાષ્ટ્રમાં રાજ્યસભાની ચૂંટણી આવી ત્યારે આ ઓપરેશનને એક્ઝિક્યુટ કરવાનો નિર્ણય લેવામાં તે જ કારણોસર ભારતીય જનતા પાર્ટી રાજ્યસભાની મહારાષ્ટ્રમાંથી વધારાની એક બેઠક જીતવામાં સફળ રહ્યું હતું. રાજ્યસભાની ચૂંટણી દરમિયાન જ ચાલ આવી ગયેલો હતો કે આગામી દિવસોમાં રાજ્યની ઉદ્ધવ સરકાર માટે કપરા દિવસો આવશે. કારણ કે શિવસેનાના અનેક ધારાસભ્યોએ રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કરી ભાજપના ઉમેદવારને જીતાડ્યા હતા. તેજ પેટને મહારાષ્ટ્રની દસ એમએલસી બેઠકની ચૂંટણીમાં પણ જોવા મળી હતી. અહીં પણ શિવસેનાના ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી ભાજપના વધારાના એક એમએલસી ને જીતાડ્યા હતા.

આ પણ વાંચો- સાબરકાંઠામાં ધોધમાર વરસાદ

હજુ તો પરિણામ આવે તે પહેલાં જ ભાજપ હાઈકમાન્ડની સૂચના પ્રમાણે સુરત ખાતે શિવસેનાના ધારાસભ્યોને રાખવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના આ ધારાસભ્યોને સુરત એટલા માટે જ લાવવામાં આવ્યા હતા. કારણ કે જો એક સાથે મોટી સંખ્યામાં એરપોર્ટથી ફ્લાઈટ મારફતે કોઈ જગ્યાએ આ ધારાસભ્યોને લઈ જવામાં આવે તો સ્ટેટ આઇબી એ રિપોર્ટ કરે અને રાજ્યની ઉત્સવ સરકારને ખ્યાલ આવી જાય તો એકનાથ શિંદેનો બળવો વ્યર્થ નીવડે. એટલા માટે સુરત સાથે આ તમામ ધારાસભ્યોને રોડ માર્ગે લાવવામાં આવ્યા હતા.

સુરત ખાતે 40 ધારાસભ્યો એકત્રિત થયા બાદ મોડી રાત્રે હોટલમાં જ એકનાથ શિંદેની અધ્યક્ષતામાં ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં રાજ્યપાલને પત્ર લખવા માટે એજન્ડા તૈયાર કરવામાં આવ્યું અને તમામ ધારાસભ્યોએ તેમાં સહી કરી ત્યાર બાદ મહારાષ્ટ્રથી દૂર આ તમામ ધારાસભ્યોને સુરક્ષિત મોકલવા અસમના ગોહાટીની પસંદગી કરવામાં આવી હતી. સુરત ખાતેથી 22 જૂને વહેલી સવારે ત્રણ વાગે સ્પેશીયલ પ્લેન દ્વારા આ તમામ ધારાસભ્યોને ગોવાહાટી મોકલી દેવામાં આવ્યા હતા.

આ પણ વાંચો- ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું- આ રથયાત્રા કોમી એકતાનું પ્રતીક સાબિત થશે

શિવસેનાના 33 ધારાસભ્યો એકનાથ શિંદે પાસે આવી ગયા હતા પરંતુ આ સિલસિલો હજુ પણ આગળ વધવાનો હતો અને બીજા ચાર ધારાસભ્યો સુરત ખાતે આવી પહોંચ્યા હતા. સુરતથી મહારાષ્ટ્રના ભાજપ પ્રદેશ અધ્યક્ષ સાથે આ ચાર ધારાસભ્યોએ 23 તારીખ વહેલી સવારની સ્પેશ્યલ ગોવાહાટી પહોંચ્યા અને હજુ પણ ચાર ધારાસભ્યો સુરતથી બીપી સ્પેશિયલ ટ્રેન દ્વારા ગોહાટી મોકલવામાં આવશે એું સૂત્રો જણાવી રહ્યા છે કે શિવસેનાના 50 ધારાસભ્યો એકનાથ શિંદે સાથે આવી જાય તે પ્રકારની ગતિવિધિઓ વર્તમાન સમયમાં ચાલી રહી છે.
Published by:rakesh parmar
First published:

Tags: Maharashtra, Maharashtra Government, Maharashtra News, Shivsena

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો