Longest bridge in Gujarat: ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટરનો બ્રિજ તૈયાર, રોજ 15 લાખ લોકોને થશે ફાયદો
Longest bridge in Gujarat: ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટરનો બ્રિજ તૈયાર, રોજ 15 લાખ લોકોને થશે ફાયદો
આ બ્રિજ ચાલુ થતાની સાથે સુરતમાં 15 લાખ લોકોને સીધો ફાયદો થાય તેવું દેખાઈ રહ્યું છે.
શહેરનાં આવા આદ્યૌગિક વિકાસને પરીણામે રીંગરોડ પર સહારા દરવાજાની આસપાસ અનેક નાની મોટી ટેક્ષટાઈલ માર્કેટો બની અને સુરત રેલવે સ્ટેશનની નજીક આવેલ આ વિસ્તારોમાં વેપાર-વાણિજયના અસાધારણ વિકાસને કારણે ટ્રાફીકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
સુરત શહેર (Surat City)ના નામે અનેક સિદ્ધિઓ નોંધાઈ છે ત્યારે વધુ એક સિદ્ધિ સુરત (Surat News)ના નામે નોંધાવા જઈ રહી છે. કાપડ માર્કેટ (Textile market)નો વિસ્તાર એવા રિંગરોડ પર 15 લાખ લોકોને સીધો ફાયદો થાય તે માટે શહેરમાં 118 નું બિલ એ ગુજરાતનો સૌથી લાંબો 2643 મીટરનો આ બ્રિજ (The longest bridge in Gujarat) આગામી દિવસમાં લોકાર્પણ કરવામાં આવશે. જોકે આ પુલને લઈને ટ્રાફિકની સમસ્યા હતી જેને લઇ હવે સુરતના લોકોને સૌથી જલ્દી છુટકારો મળશે.
સુરત શહેર ગુજરાતનું આર્થિક પાટનગર પણ કહેવામાં આવે છે ત્યારે તમામ પ્રદેશોના લોકો અહીંયા રોજીરોટીની તલાશમાં આવીને વસેલા છે. સુરતમાં સૌથી મહત્વના કાપડ ઉદ્યોગની કાપડ માર્કેટો સુરતના રિંગરોડ સહારા દરવાજા નજીક આવેલ છે, આ વિસ્તારમાં લોકો મોટી સંખ્યામાં અવરજવર કરતા હોઈ ટ્રાફિક સૌથી મોટી સમસ્યા છે ત્યારે સુરત શહેર મહાનગરપાલિકા દ્વારા એક બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આમ તો બ્રિજ સિટી તરીકે પણ સુરત ઓળખાય છે. સુરત શહેરમાં અનેક વૃક્ષો આવેલા છે જ્યારે 118 માં બ્રિજને આગામી દિવસમાં લોકો માટે ખુલ્લો મૂકવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવી છે.
આ બ્રિજ ચાલુ થતાની સાથે સુરતમાં 15 લાખ લોકોને સીધો ફાયદો થાય તેવું દેખાઈ રહ્યું છે. શહેરના વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ અલગ રેમ્પ આપવામાં આવ્યો છે. રીંગરોડથી વરાછા વિસ્તાર થઈ સુરત-કામરેજ રોડ તરફ જવા માટે પણ એક નવી કનેક્ટિવિટી બનાવવામાં આવી છે. આ સાથે રેલવે સ્ટેશન તરફથી સુરત-કડોદરા રોડ તરફ જતાં ટ્રાફીકને પણ આ બ્રિજનો ઉપયોગ કરી ટ્રાફીકજામની સમસ્યામાંથી મુક્તિ મળી શકે તેમ છે. આ બ્રિજ 133.50 કરોડના ખર્ચે બનનાર છે. આ બ્રિજ ગુજરાતનો રેલવે ઓવરબ્રિજ સૌથી લાંબા બ્રિજમાં સ્થાન પામ્યો છે.
સુરત શહેરમાં જે પ્રકારે સતત વિકાસ થઈ રહ્યો છે. તેની યાદીમાં વધુ એક બ્રિજના ઉમેરો થયો છે. આ બ્રિજ બનવાથી વરાછા કામરેજ અને એપીએમસી માર્કેટથી કડોદરા તરફનો હાઈવેની કનેક્ટિવિટી મળી જશે. સુરત શહેરમાં આશરે 30થી 40 વર્ષ અગાઉ રીંગરોડ ઉપર ટેક્ષટાઈલ માર્કેટની શરૂઆત થઈ, ટેક્ષટાઈલ માર્કેટનાં કારણે ટેક્ષટાઈલ ઉદ્યોગે શહેરમાં હરણફાળ ભરી હતી. જેના પરિણામે શહેરનો કાપડ ઉદ્યોગ માત્ર વણાટ કામ જેવા મર્યાદીત ક્ષેત્ર ઉપરાંત ડાઈંગ, પ્રિન્ટીંગ, કેમિકલ્સ, એમ્બ્રોડરી જેવા અનેક સંલગ્ન ક્ષેત્રે વિકસ્યો અને વિશ્વ વિખ્યાત થયો છે.
શહેરનાં આવા આદ્યૌગિક વિકાસને પરીણામે રીંગરોડ પર સહારા દરવાજાની આસપાસ અનેક નાની મોટી ટેક્ષટાઈલ માર્કેટો બની અને સુરત રેલવે સ્ટેશનની નજીક આવેલ આ વિસ્તારોમાં વેપાર-વાણિજયના અસાધારણ વિકાસને કારણે ટ્રાફીકની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આ ટ્રાફીકની સમસ્યાના નિવારણ હેતુ આશરે 25 વર્ષ પહેલા સહારા દરવાજા જંકશન નજીક આશરે 1870.00 મી . લંબાઈનો મુખ્ય બ્રિજ તથા 650મી.ના ચડતા-ઉતરતા રેમ્પ મળી કુલ 2520.00 મી. લંબાઈ તથા 16.50 મી. પહોળાઈનો મુખ્ય બ્રિજનો 6.00 મી. પહોળાઈનો રેમ્પ ધરાવતા બ્રિજનું આયોજન હાથ ધરી બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર