Home /News /surat /સુરત: ઓનલાઇન બ્યુટી પ્રોડ્કટ-શેમ્પુ ઓર્ડર કરતાં ચેતજો, ધમધમે છે નકલી વસ્તુનો કારોબાર

સુરત: ઓનલાઇન બ્યુટી પ્રોડ્કટ-શેમ્પુ ઓર્ડર કરતાં ચેતજો, ધમધમે છે નકલી વસ્તુનો કારોબાર

આરોપીઓને 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપાયા

Surat Crime: ડુપ્લીકેટ માલનું ઓનલાઇન વેચાણ કરનાર આરોપીઓને 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવમાં સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે.

સુરત: આજકાલ માર્કેટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી વધી રહી છે. લોકો અનવા કિમીયા અજમાવી ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી રહ્યા છે. આવામાં સુરતમાંથી આવી જ ગુનાખોરીનો પર્દાફાશ થયો છે. લાભ મેળવવા માટે અલગ-અલગ પાંચથી વધુ કંપનીની પરવાનગી વગર તેની પેટર્ન સિમ્બોલ તથા કલર માર્કાની કોપીરાઇટ કરી ફેસવોસ, શેમ્પુ, હેર ઓઇલ, લિપસ્ટીક, કાજલનું ઉત્પાદન કરી ડુપ્લીકેટ માલનું ઓનલાઇન વેચાણ કરનાર આરોપીઓને 26 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડવમાં સુરત સાયબર ક્રાઇમ સેલને સફળતા મળી છે.

સુરત પોલીસની ગિરફતમાં આવેલા આરોપીઓને અલગ-અલગ કંપનીના પ્રોડક્ટ ડુપ્લીકેટ કરીને ઓનલાઈન વેચાણ કરવાનું ભારે પડ્યું છે. સુરત સાયબર ક્રાઇમે આરોપીઓને 26 લાખના મુદામાલ સાથે ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાંચ જેટલી કંપની જેવી કે નેત્રીકા કન્સલ્ટ, એશ્યોર પ્રોટેક્શન એજન્સી, હિન્દુસ્તાન યુનિલિવર, મહોનાસા કન્સ્યુમર પ્રા.લિમિટેડ સહિતની કંપનીની અલગ પ્રોડક્ટનું વેચાણ કરી રહ્યા છે, તે અંગે કંપનીઓ દ્વારા સાયબર ક્રાઇમને જાણ કરવામાં આવી હતી. જેથી સાયબર ક્રાઇમની ટીમે પુણા ગામ વિસ્તારમાં આવેલી રાજ મહેલ એ.સી.મોલની એક ઓફિસમાં તપાસ કરી હતી. તે દરમિયાન અલગ-અલગ કંપનીની ડુપ્લીકેટ  પ્રોડક્ટ મળી આવી હતી. હાલ પોલીસે આરોપી જેમિલ નરેશભાઇ વેલજીભાઇ ભરોડીયા, કેનિલ વિનુભાઇ ભાયાભાઇ ઝાસોલયાની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: સુમુલના ડાયરેક્ટર અજીત પટેલનો મહિલા સાથે રંગરેલીયા મનાવતો કથિત વીડિયો વાયરલ

આરોપીઓ એકબીજાની મદદગીરીથી ગેરકાયદેસર રીતે આર્થિક લાભ મેળવવા માટે ડુપ્લીકેશન કરીને ઓનલાઈન પ્રોડક્ટ વેંચતા હતા. પોલીસ તપાસ દરમિયાન કુલ 26 લાખની અલગ-અલગ પ્રોડક્ટ મળી આવી હતી. હાલ તો પોલીસે ડુપ્લિકેશન કરેલું હેર શેમ્પુ, કાજલ, કન્ડિશનરની પ્રોડક્ટ સહિત અન્ય પ્રોડકટ કબ્જે કરી છે. તમામ પ્રોડકટનો જથ્થો કબ્જે લઈને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે, આ લોકો છેલ્લા એક વર્ષથી આ પ્રકારની કામગીરી કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, ત્યારે પકડાયેલ આરોપીઓ આ માલ ક્યાંથી લાવતા હતા તે દિશામાં પણ પોલીસ તપાસ શરૂ કરી છે.
Published by:Azhar Patangwala
First published:

Tags: Crime news, Gujarat News, Surat news

विज्ञापन
विज्ञापन