Home /News /surat /Surat News: બેંક એટીએમમાં છેડછાડ કરી ઉપાડ્યા લાખો રૂપિયા, ગેંગે જાતે જ જણાવી મોડસ ઓપરન્ડી

Surat News: બેંક એટીએમમાં છેડછાડ કરી ઉપાડ્યા લાખો રૂપિયા, ગેંગે જાતે જ જણાવી મોડસ ઓપરન્ડી

મેવાતી ગેંગનો સભ્ય

વિડ્રોઅલ દરમ્યાન એ.ટી.એમ મશીનના કેશ ડિસ્પેન્સર મશીનને આંગળીઓ વડે પકડી રાખી એ.ટી.એમ મશીન માથે છેડછાડ કરી પૈસા વિડ્રોઅલ કર્યા હતા.

સુરત : SBI બેંકના એ.ટી.એમ. સાથે છેડછાડ કરી પૈસા વિડ્રોઅલ કરી લઇ બાદમાં કસ્ટમર કેરમાં ખોટી ફરીયાદના આધારે વિડ્રોઅલ રકમ રીફંડ કરાવી લેનાર આંતરરાજ્ય મેવાતી ગેંગના સાગરીતને પકડી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે.

પકડાયેલ આરોપી એસબીઆઈ બેંકના એટીએમમાં છેડછાડ કરી પૈસા વિડ્રોલ કરતો હતો. આ આરોપી સુરત શહેર રાંદેર નવયુગ કોલેજ પાસે તથા મોરા ભાગળ વિસ્તારમાં આવેલી SB બેંકના એ.ટી.એમ.માં છેડછાડ કરીને રૂપિયા 1.30 હજાર ઉપાડ્યા હતા. બાદ આ અંગેની કસ્ટમ્બર કેરમાં ખોટી ફરિયાદ કરીને બેન્ક સાથે ઠગાઇ કરી હતી. આ  અંગે ફરિયાદ નોંધાતા સુરત પોલીસે આવા ગુના શોધી કાઠવા માટે આદેશ આપ્યો હતો. ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે આંતરરાજ્ય મેવાતી ગેંગના સાગરીતની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: કેરટેકર ડોશીએ કર્યું એવુ કામ કે, વૃદ્ધાના શરીરમાંથી નીકળવા લાગ્યા ધુમાડા

આ પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, તેમની સાથે મોહમ્મદ આરીફ ખાન, અસિ અબ્દુલ રશીદ કુરેશી,અસલમ અબ્દુલ રશ કુરેશી સાથે મળીને મોરા ભાગળ ખાતે આ  SBI બેંકના એ.ટી.એમ કાર્ડ તથા અન્ય એટીએમ, કાર્ડ મારફતે એટીએમ મશીનમાંથી પૈસા વિડ્રોઅલ કર્યા હતા. બાદ વિડ્રોઅલ દરમ્યાન એ.ટી.એમ મશીનના કેશ ડિસ્પેન્સર મશીનને આંગળીઓ વડે પકડી રાખી એ.ટી.એમ મશીન માથે છેડછાડ કરી પૈસા વિડ્રોઅલ કર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ: પતિ બાંધી રહ્યો હતો જેઠાણી સાથે સંબંધ

બાદમાં પૈસા વિડ્રોઅલ વખતે એ.ટી.એમ, મશીનમાંથી પૈસા વિડ્રો થયેલ નથી. બેંક એકાઉન્ટમાંથી પૈસા કપાયેલા હોવાની ખોટી ફરીયાદ કરી બેંકમાંથી વિડ્રોઅલ કરેલ પૈસાનું રીફંડ મેળવી લઇ બેંક સાથે છેતરપિંડી કરતા હોવાની કબુલાત કરી છે. જોકે પકડાયેલા આરોપીઓ આવા કોઈ ગુનામાં ભૂતકાળમાં સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, છેતરપિંડી, સુરત

विज्ञापन
विज्ञापन