Home /News /surat /

સુરત: બિલ્ડિંગના છજાનો ભાગ તૂટી પડતાં 25 બાઇકનો કચ્ચરઘાણ, મિની બજારનો બનાવ

સુરત: બિલ્ડિંગના છજાનો ભાગ તૂટી પડતાં 25 બાઇકનો કચ્ચરઘાણ, મિની બજારનો બનાવ

સ્લેબ ધરાશાયી

Surat News: સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાતથી જ પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે સવારથી ધોધમાર વરસાદ વરસી દરહ્યો છે. બારડોલી ઉપરાંત પલસાણા અને કડોદરા પંથકમાં વરસાદી માહોલ છે.

    સુરત: સુરત શહેરમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. બીજી તરફ સુરતમાં કારખાનાની એક છત પડવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ સુરતની મિની બજાર (Surat Mini Bazar) ખાતે બન્યો છે. મિની બજાર સ્થિતિ શ્રેયસ ડાયમંડ (Shreyas Diamond) કારખાનામાં છજાનો ભાગ તૂટી ગયો હતો. સ્લેબ તૂટી પડતા નીચે પાર્ક કરેલા 25 જેટલા વાહનો નીચે દબાયા હતા. જોકે, આ બનાવમાં સદનસીબે કોઈ જ જાનહાની થઈ નથી. બનાવ બાદ ફાયર વિભાગે (Surat fire brigade) કાટમાળ ખસેડવાની શરૂઆત કરી છે. મળતી માહિતી પ્રમાણે આજે 15મી ઓગસ્ટ (15th August) હોવાથી લોકો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી.

    આ મામલે ફાયર બ્રિગેડે જણાવ્યું હતું કે, "શ્રેયંસ ડાયમંડ ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ખાતે છજાનો ભાગ ધરાશાયી થયો છે. બનાવની જાણ થતા જ કાપોદ્રા ફાયર સ્ટેશનની બે ગાડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી. તપાસ કરતા જાણવા મળ્યું હતું કે 25-30 બાઇક છજાના કાટમાળ નીચે દબાયેલી છે. જાનહાનીના કોઈ સમાચાર પ્રાપ્ત નથી થયા. જેસીબી મશીન મંગાવી કાટમાળ નીચે દબાયેલી ગાડીઓને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી છે. "


    સુરતમાં વરસાદ


    સુરત જિલ્લાના બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાતથી જ પંથકમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. સોમવારે સવારથી ધોધમાર વરસાદ વરસી દરહ્યો છે. બારડોલી ઉપરાંત પલસાણા અને કડોદરા પંથકમાં વરસાદી માહોલ છે.


    કામરેજ તાલુકામાં વરસાદ


    સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે જન જીવન પ્રભાવિત થયું છે. કામરેજ ચાર રસ્તા પાસેના સર્વિસ રોડ પર વરસાદી પાણી ભરાયા છે. રોડ પર પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

    ગુજરાતના અન્ય અપડેટ્સ:


    સુરત, તાપી, મહેસાણામાં વરસાદની સટાસટી


    15મી ઓગસ્ટના રોજ દેશ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરી રહ્યો છે ત્યારે રાજ્યભરમાં વરસાદી માહોલ (Gujarat rain) છવાયો છે. આજે સવારે છ કલાકમાં રાજ્યના અનેક તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડા (Umarpada rainfall) તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે. વ્યારા (Vyara rainfall) અને મેઘરજમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. મહેસાણાના સતલાસણ (Satlasan rainfall)માં બે ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે બારડોલી અને નિઝરમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. (વાંચો સમગ્ર અહેવાલ...)

    શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ ખાતે પહોંચ્યા હજારો ભક્તો


    આજે (15 ઓગસ્ટ) શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર છે. સાથે જ દેશ આઝાદીના 75 વર્ષની ઉજવણી કરી રહ્યો છે. પવિત્ર શ્રાવણ મહિના (Shrawan Month 2022) દરમિયાન સોમનાથ મંદિર (Somnath Temple) ખાતે ભક્તોની ખાસ ભીડ રહેતી હોય છે. તેમાં પણ શ્રાવણ મહિનાના સોમવારના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો ભોળાનાથના દર્શન કરવા માટે આવી પહોંચતા હોય છે. આજે એટલે કે 15 ઓગસ્ટના રોજ પણ દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા. (વાંચો અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: ગુનો, પોલીસ, સુરત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन