અડાજણ (Adajan) મઘુવન (Madhuvan Circle) સર્કલ પાસે યુનિવર્સલ બીઝનેસ (Universal Business Center) સેન્ટરના ત્રીજા માળે આવેલ બજાજ ફાઇનાન્સ કંપનીના (Bajaj Finance Company) સેલ્સ ઍક્ઝીક્યુટીવે પર્સનલ લોન (PL) અપાવવાના બહાને ગ્રાહકો પાસેથી ફિક્સ ડિપોઝીટ પેટે ગુગલ પે, ચેક અને રોકડથી લાખો રૂપિયા મેળવીકંપીનીનો ફિક્સ ડિપોઝીટ ઈન્ટરેસ્ટ રેટવાળો બોગસ લેટર આપી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પોલીસમાં નોîધાઈ છે.
સુરત ના પાલગામ વાસુદર્શન રેસીડેન્સીમાં રહેતા હાર્દિક અશોકભાઈ સુથાર છેલ્લા બે વર્ષથી અડાજણ મઘુવન સર્કલ પાસે યુનિવર્સલ બીઝનેશ સેન્ટરના ત્રીજા માળે આવેલ બજાજ ફાઈનાન્સ કંપનીની ઓફિસમાં રીસ્ક મેનેજર તરીકે નોકરી કરે છે.
હાર્દિકે ગઈકાલે પોલીસમાં તેની કંપનીમાં સેલ્સ ઍક્ઝીક્યુટીવ તરીકે નોકરી કરતા અજય દેવજી ધાંધલ (ઉ.વ.૨૫.રહે. ગાયત્રીનગર છાપરાભાઠા રોડ ભરથાણા કોસાડ) સામે ફરિયાદ નોîધાવી હતી જેમાં જણાવ્યું હતું કે અજય ગત તા 6 ફેબ્રુઆરી 2021ના રોજ નોકરી ઉપર લાગ્યો હતો અને તેઍ પર્સલન લોન માટે ગ્રાહકોને સંપર્ક કરી તેમને કન્વીસ કરવાનું હતું.
પરંતુ અજય કંપનીના પ્રોસેઝરને ફોલો કર્યા વગર બારોબાર ગ્રાહકો રૂપિયા 25 હજાર ગુગલ પે, ચેક અને રોકડથી મેળવી પોતાના બેન્કના ખાતામાં જમા કરાવી વાપરી નાંખતો હોવાનું જાણવા મળતા તપાસ હાથ ધરી હતી. જેમાં અજયે આ રીતે સિધ્ધાર્થ યશવંત ઠેસીયાને રૂ. 3 લાખની પર્સનલ લોનની લાલચ આપી રૂ. 25 હજાર ગુગલ પે થી પોતાના ઍકાઉન્ટમાં જમા કરાવ્યા હતા. જયારે અન્ય ગ્રાહકોને રૂ. 3 લાખ અને રૂ. 4.50 લાખની પર્સનલ લોન અપાવવા બહાને તેમની પાસેથી પણ ફીક્સ ડિપોઝીટ પેટે લાખ્ખો રૂપિયા પડાવ્યા હતા.
અજયનું કારસ્તાન બહાર આવતા તેને ગત તા 7મી મે ના રોજ નોકરીમાંથી છુટો કરી દેવામાં આવ્યો હતો. અને ગઈકાલે પોલીસમાં ફરિયાદ નોîધાવી હતી. પોલીસે અજય ધાંધલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે પોલીસેેેેે આ મામલે આરોપીને પકડવાા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો