Home /News /surat /સુરતમાં એટીએમમાં 100ને બદલે 500 રુપિયાની નોટ નીકળી, લોકોએ ભરી લીધા ખિસ્સાં

સુરતમાં એટીએમમાં 100ને બદલે 500 રુપિયાની નોટ નીકળી, લોકોએ ભરી લીધા ખિસ્સાં

આ ટેક્નિકલ ખામીનો ફાયદો 20 જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. (પ્રતિકાત્મક તસવીર)

Surat News: પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે 100ની જગ્યાએ 500 રુપિયાની નોટ નીકળી રહી હતી.

    સુરત: શહેરના પાલનપુર ખાતે બેન્ક ઓફ બરોડાના એટીએમમાં 100 રૂપિયાની જગ્યાએ 500 રૂપિયાની નોટ નીકળવા લાગી હતી. આ ટેક્નિકલ ખામીનો ફાયદો 20 જેટલા લોકોએ ઉઠાવ્યાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. બેન્કના મેનેજરે ફરિયાદ નોંધાયા બાદ જણાવ્યુ હતુ કે, 20 લોકોમાંથી 8 લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. અન્ય 12 લોકો રુપિયા પરત નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

    20 લોકોએ ઉઠાવ્યો ફાયદો


    પાલનપુર પાટિયા ખાતેના બેન્ક ઓફ બરોડાના એટીએમમાં એક ટેક્નિકલ ખામીને કારણે 100ની જગ્યાએ 500 રુપિયાની નોટ નીકળી રહી હતી. આ ખામીને કારણે 20 લોકોએ 60 હજાર જેટલા વધારાના રૂપિયા ઉપાડ્યા હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ અંગેની જાણ થતા બેંકના અધિકારીઓએ થોડા સમય માટે એટીએમ બંધ કરવામાં આવ્યુ હતુ. આ ટેક્નિકલ ખામીને સુધારીને ફરીથી એટીએમ શરૂ કરવામાં આવ્યુ હતુ.

    આ પણ વાંચો: ગાંધીનગરનો રસપ્રદ અપક્ષ ઉમેદવાર

    'અમે રુપિયા વાપરી નાંખ્યા'


    બેંક દ્વારા 20 લોકોનો સંપર્ક કરીને પૂછ્વામાં આવ્યુ ત્યારે એમાથી 12 લોકોએ કહ્યુ કે, અમે રૂપિયા વાપરી નાંખ્યા છે. જ્યારે આઠ લોકોએ વધારાના રુપિયા પરત કરી દીધા હતા. જોકે, જે લોકોએ આ ટેક્નિકલ ખામીમાં રૂપિયા ઉપાડ્યા છે તે તમામ સીસીટીવીમાં કેદ થઇ ગયા છે. જે લોકોએ રુપિયા પરત નથી કર્યા તેમને પહેલા સમજાવવામાં આવશે. જો રુપિયા પરત નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
    " isDesktop="true" id="1285920" >

    આ રીતે સર્જાઇ ખામી


    મળતી માહિતી પ્રમાણે, એટીએમમાં 100, 500, 2000ની નોટો મુકવા માટે અલગ અલગ ખાના હોય છે. રૂપિયા એટીએમમાં ભરતી ‌વખતે ભૂલથી 100ની નોટના ખાનાની જગ્યાએ 500ની નોટનું અને 500ની નોટના ખાનાની જગ્યાએ 100નું મુકાતા ખામી સર્જાઈ હતી.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: એટીએમ, ગુજરાત, સુરત

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन